News Continuous Bureau | Mumbai
Kamaal r khan: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતો અભિનેતા કેઆરકે વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કેઆરકેની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા એ પોતે ટ્વીટ કરીને આ વાત ની માહિતી આપી છે. સાથે તે પણ લખ્યું કે જો તેને કઈ થશે તો તેનો જવાબદાર કોણ હશે.
કેઆરકે ની થઇ ધરપકડ
કેઆરકે એ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, ‘હું એક વર્ષથી મુંબઈમાં છું. હું કોર્ટની તમામ તારીખોમાં સમયસર હાજર રહું છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી જ મારી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હું 2016માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છું.સલમાન ખાનનું કહેવું છે કે તેની ફિલ્મ ‘ટાઈગર 3’ મારા કારણે ફ્લોપ થઈ છે. જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન કે જેલમાં મૃત્યુ પામું તો તમે બધા જાણી લો કે તે હત્યા છે. અને આ માટે જવાબદાર કોણ છે તે તમે બધાને જાણવું જોઈએ! KRKએ પોતાના ટ્વિટમાં PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.
વર્ષ 2016માં વિક્રમ ભટ્ટે કેઆરકે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેઆરકે ના ફિટનેસ ટ્રેનરે પણ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી અભિનેતા ની ધરપકડ કરવામાં આવી હતી.
