Site icon News Continuous Bureau | Mumbai

Kamaal r khan: કમાલ આર ખાન ની મુંબઈ એરપોર્ટ પર થઇ ધરપકડ, ટ્વીટ કરી ને લીધું બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ

Kamaal r khan: પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતો અભિનેતા કમાલ આર ખાન એટલેકે કેઆરકે ની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે આ માહિતી અભિનેતા એ પોતે ટ્વીટ કરીને આપી હતી

kamaal r khan arrested in mumbai actor shares post

kamaal r khan arrested in mumbai actor shares post

News Continuous Bureau | Mumbai

Kamaal r khan: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતો અભિનેતા કેઆરકે વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કેઆરકેની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા એ પોતે ટ્વીટ કરીને આ વાત ની માહિતી આપી છે. સાથે તે પણ લખ્યું કે જો તેને કઈ થશે તો તેનો જવાબદાર કોણ હશે. 

Join Our WhatsApp Channel

 

 કેઆરકે ની થઇ ધરપકડ 

કેઆરકે એ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, ‘હું એક વર્ષથી મુંબઈમાં છું. હું કોર્ટની તમામ તારીખોમાં સમયસર હાજર રહું છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી જ મારી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હું 2016માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છું.સલમાન ખાનનું કહેવું છે કે તેની ફિલ્મ ‘ટાઈગર 3’ મારા કારણે ફ્લોપ થઈ છે. જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન કે જેલમાં મૃત્યુ પામું તો તમે બધા જાણી લો કે તે હત્યા છે. અને આ માટે જવાબદાર કોણ છે તે તમે બધાને જાણવું જોઈએ! KRKએ પોતાના ટ્વિટમાં PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.

વર્ષ 2016માં વિક્રમ ભટ્ટે કેઆરકે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેઆરકે ના  ફિટનેસ ટ્રેનરે પણ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી અભિનેતા ની ધરપકડ કરવામાં આવી હતી.

Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Ramayana Targets Dangal Box Office Record શું ‘રામાયણ’ તોડી શકશે આમિર ખાનની ‘દંગલ’નો ૨,૦૦૦ કરોડનો રેકોર્ડ? જાણો ફિલ્મ સામેના સૌથી મોટા પડકારો
Imran Khan Questions Mumbai Police Report મુંબઈ પોલીસના અહેવાલ સામે ભડક્યા અભિનેતા ઇમરાન ખાન; કહ્યું ‘આરોપો સાબિત કરવા પહેલાં નક્કર પુરાવા બતાવો’
Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Exit mobile version