Site icon

38 વર્ષ પછી અમિતાભ બચ્ચન સાથે કામ કરશે આ સુપરસ્ટાર, પ્રભાસ અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માં થઇ એન્ટ્રી

kamal haasan enter in prabhas starrer project k unites with amitabh bachchan after 38 year

38 વર્ષ પછી અમિતાભ બચ્ચન સાથે કામ કરશે આ સુપરસ્ટાર, પ્રભાસ અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માં થઇ એન્ટ્રી

News Continuous Bureau | Mumbai

 સાઉથ એક્ટર પ્રભાસ આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદથી ટીકાઓનો સામનો કરી રહી છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને કલાકારોના લુક્સને લઈને દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

‘પ્રોજેક્ટ કે’માં કમલ હાસનની એન્ટ્રી

કમલ હાસન નાગ અશ્વિનની ‘પ્રોજેક્ટ કે’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે, જેમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ સત્તાવાર જાહેરાત ખુદ ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર કરી છે. મોટા પડદા પર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે કમલ હાસનને જોવાનું રસપ્રદ રહેશે અને ફિલ્મની સ્ટાર કાસ્ટને જોતા લાગે છે કે ફિલ્મની વાર્તા મજબૂત બનવાની છે.’પ્રોજેક્ટ કે’માં ખૂબ સારા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિને આને બનાવવામાં પોતાનો જીવ લગાવ્યો છે. પ્રભાસ સ્ટારર ફિલ્મના નિર્માતાઓએ લગભગ 70 ટકા શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પાસે શૂટિંગ પૂર્ણ થવામાં લગભગ થોડા અઠવાડિયા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 500 કરોડની આસપાસ છે. તેને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણાવવામાં આવી રહી છે.

38 વર્ષ પછી એકસાથે જોવા મળશે  અમિતાભ બચ્ચન અને કમલ હાસન 

કમલ હાસન અને અમિતાભ બચ્ચન અત્યારે ભારતીય સિનેમાના સૌથી મોટા નામોમાંથી એક છે. જ્યારે બચ્ચન સાહેબને બોલિવૂડના ‘મહાનાયક’ કહેવામાં આવે છે, તો કમલને ‘ઉલ્ગનાયગન’ એટલે કે યુનિવર્સલ હીરોનું બિરુદ આપવામાં આવ્યું છે. તમિલ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક કમલને આ બિરુદ મળ્યું કારણ કે ભારતે તેની ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે સત્તાવાર એન્ટ્રી કરી.પરંતુ આ પહેલીવાર નથી જ્યારે બંને એક ફિલ્મમાં સાથે જોવા મળશે. બંનેએ 1985માં આવેલી ફિલ્મ ‘ગિરફ્તાર’માં સ્ક્રીન પર સાથે કામ કર્યું હતું. ‘પ્રોજેક્ટ કે’માં આ બંને 38 વર્ષ પછી સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન: ફોટા માં દેખાતી ગોળમટોળ છોકરી એ તેની પ્રથમ ફિલ્મ થી જ લોકો ને બનાવ્યા હતા દીવાના, અમિતાભ બચ્ચન સાથે કરી ચુકી છે કામ, જાણો કોણ છે આ અભિનેત્રી

Exit mobile version