Site icon

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ અભિનેતા વિરુદ્ધ દાખલ થયો કેસ, પોતાના નવા ગીત થી કેન્દ્ર સરકારની મજાક ઉડાવવા નો લાગ્યો આરોપ

News Continuous Bureau | Mumbai

કમલ હાસન (Kamal Haasan)બોલિવૂડ અને સાઉથ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રખ્યાત નામોમાંથી એક છે.જ્યારથી તેણે તેની ફિલ્મ વિક્રમની (Film vikram) જાહેરાત કરી છે ત્યારથી ચાહકો આનંદથી ઉછળી પડ્યા છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થવાની છે અને તે દરમિયાન મેકર્સે તાજેતરમાં પહેલું ગીત પથલા પથલા (Pathla Pathala) રિલીઝ કર્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીત કમલે પોતે લખ્યું છે અને ગાયું પણ છે. પરંતુ હવે અભિનેતા આ ગીતને કારણે ફરીથી ચર્ચામાં છે આ ગીતના કારણે કમલ હાસન કાયદાકીય (legal problem) મુશ્કેલીમાં છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ફિલ્મ 'વિક્રમ'નું 'પથલા પથલા' (film vikram song)ગીત કમલ હાસને લખ્યું છે અને અવાજ પણ અભિનેતાએ જ આપ્યો છે. આ ગીતનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. રિપોર્ટ અનુસાર, 'પથલા પથલા' ગીત માટે કમલ હસન વિરુદ્ધ પોલીસમાં કેસ (police case) નોંધવામાં આવ્યો છે. ચેન્નાઈમાં પોલીસ કમિશનરની (Chennai police commissioner)ઓફિસમાં અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરનો દાવો છે કે 'પથલા પથલા' ગીતમાં કેન્દ્ર સરકારની (central government) મજાક ઉડાવવામાં આવી રહી છે અને તેનાથી લોકોમાં વિભાજન પણ થાય છે. આવી સ્થિતિમાં ગીતમાંથી કેટલાક લિરિક્સ હટાવવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: કેન્સર ફ્રી થયા બાદ એક્ટિંગમાં કમબેક કરી રહી છે બોલિવૂડ ની આ અભિનેત્રી, Zee5ની વેબ સિરીઝ થી કરશે ડેબ્યૂ

ગીતમાં કેટલીક લાઈનો છે, જેના પર સામાજિક કાર્યકર્તા એ  વાંધો ઉઠાવ્યો છે. તેઓએ ગીતમાંથી 'ગજ્જનલે કસિલે કલ્લાલયમ કસિલે કૈચલ જોરામ નેરાયા વરુધુ થિલ્લાલાંગડી થિલ્લાલે ઓન્દ્રિયાતિન થાપલે ઓન્નિયમ ઇલા ઇપ્પલે સવી ઇપો થિરુદન કૈલા થિલ્લાંગડી થિલ્લાલે' પંક્તિને દૂર કરવાની માંગ કરી છે. આ સાથે કાર્યકર્તા એ  મદ્રાસ હાઈકોર્ટમાં (Madras High court) જવાની પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે જો તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.કમલ હાસનની (Kamal Haasan film vikram)ફિલ્મ 'વિક્રમ'નું આ ગીત સોશિયલ મીડિયા (social media)પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને યુટ્યુબ (youtube) પર માત્ર બે દિવસમાં 17 મિલિયન વ્યુઝ મળ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version