Site icon

Kangana ranaut: કંગના રનૌત ની મોટી જાહેરાત, લોકસભા ચૂંટણી જીતશે તો કરશે આ કામ

Kangana ranaut: કંગના રનૌત હાલ તેની લોકસભા ચૂંટણી ના પ્રચાર માં વ્યસ્ત છે. આ દરમિયાન કંગના એ એક મોટી જાહેરાત કરી છે જેને જાણી ને તેના ચાહકો ને 440 વોલ્ટ નો ઝટકો લાગવાનો છે.

kangana ranaut big statement amid lok sabha elections

kangana ranaut big statement amid lok sabha elections

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત લોકસભા ચૂંટણી ના પ્રચાર માં વ્યસ્ત છે. હાલ અભિનેત્રી તેની રાજકીય કારકિર્દી પર ધ્યાન આપી રહી છે. તમને જાણવી દઈએ કે, કંગના મંડીથી ભાજપ ની ઉમેદવાર બની છે. કંગના સતત રેલીઓ કરતી જોવા મળે છે. આ રેલીઓ દરમિયાન કંગનાના અનેક નિવેદનો ને લઈને જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. હવે  કંગનાએ પોતાની ફિલ્મી કરિયરને લઈને એક મોટી જાહેરાત કરી છે. જેને જાણી ને તેના ફેન્સ ને 440 વોલ્ટ નો ઝટકો લાગવાનો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sunidhi chauhan: ચાલુ કોન્સર્ટ માં બોટલ ફેંકવા પર સુનિધિ ચૌહાણ એ આપી પ્રતિક્રિયા, સિંગરે કહી આવી વાત

 

કંગના રનૌત એ કરી મોટી જાહેરાત 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન  કંગનાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મોની સાથે રાજનીતિ કરવી મુશ્કેલ છે? તેના પર કંગના એ કહ્યું, ‘ફિલ્મોની દુનિયા ખોટી છે… બધું જ નકલી છે. લોકોને આકર્ષવા માટે બબલ બનાવવામાં આવે છે. બનાવટી પરિસ્થિતિ સર્જાય છે. આદર્શ રીતે હું માત્ર એક જ વસ્તુ કરવા માંગુ છું. મને બંને કરવાનું પસંદ નથી. આ વિશે વાત કરતા રિપોર્ટરે જ્યારે કંગના ને પૂછ્યું કે, શું તમે એમ કહેવા માંગો છો કે જો તમે મંડી થી જીતશો તો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેશો? જેના જવાબ માં કંગના એ કહ્યું ‘હું માત્ર એક જ કામ કરવા માંગુ છું.અત્યાર સુધીની પોતાની બોલિવૂડ કમિટમેન્ટ્સ પૂર્ણ કર્યા બાદ હું સંપૂર્ણ રીતે રાજનીતિ પર ધ્યાન આપીશ.’


કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version