Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટરને ટક્કર આપનાર ભારતીય કંપની ‘કુ’ ની ક્વીન બની ગઈ કંગના રણોત… આટલા ફોલોઅર્સ બન્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતનું વર્ચસ્વ કુ એપ પર જોવા મળી રહ્યું છે અને તેની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે. 

કંગનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કુ એપ પર અકાઉન્ટ એક્ટિવ કર્યું હતું. અત્યાર સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંગનાના ફોલોઅર્સની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ગઈ છે. 

છેલ્લા ત્રણ મહિનામાં તેમની ફેન ફોલોઇંગ જબરદસ્ત રીતે વધી છે. 

કંગના એકમાત્ર અભિનેત્રી છે જેણે કુ પર આ સફળતા હાંસલ કરી છે. કુ એપ પર તેના બાયોમાં, કંગનાએ પોતાને 'દેશ ભક્ત' અને 'ગરમ લોહીવાળી ક્ષત્રિય મહિલા' લખ્યું છે.

કંગનાએ કુ એપ પર પોતાની ફિલ્મ 'થલાઇવી'નો પ્રચાર કર્યો હતો. આ સિવાય અહીં પણ તે પોતાના વિશે અને દેશમાં ચાલતા મુદ્દાઓ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કુ એક માઈક્રો બ્લોગિંગ સાઈટ છે. તેને માર્ચ 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. આ સોશિયલ સાઈટનો હેતુ એ છે કે ભારતના લોકો તેમની વાતો તેમની સ્થાનિક ભાષામાં શેર કરી શકે અને એકબીજાની વાતોને સરળતાથી સમજી શકે.

Randhir Kapoor Health Update રણધીર કપૂર આ ગંભીર બીમારીનો કરી રહ્યા છે સામનો, પુત્રી કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો
Rashmika Mandanna Reacts To Trolls ‘૧૦૦ વાર તો કંઈ નથી…’, રશ્મિકા મંદાનાએ ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, વિજય સાથેના સંબંધો પર મૌન તોડ્યું
Ramayana Movie Advance Booking રિલીઝના ૧૦ દિવસ પહેલાં જ ‘રામાયણ’ ની સુનામી, એડવાન્સ બુકિંગમાં કમાઈ લીધા અધધ ૨૪ કરોડ રૂપિયા
Kabir Khan Son Directorial Debut જાણીતા ફિલ્મમેકર કબીર ખાનનો પુત્ર બન્યો ડિરેક્ટર, ૨૩ વર્ષની નાની ઉંમરે કર્યું ડેબ્યૂ
Exit mobile version