Site icon

Kangana ranaut: PM મોદીના સમર્થનમાં ઉતરી કંગના રનૌત, વડાપ્રધાન પર નિશાન સાધનારાઓને અભિનેત્રી એ આપ્યો જડબાતોડ જવાબ, જાણો સમગ્ર મામલો

Kangana ranaut: પીએમ નરેન્દ્ર મોદી અને જો બિડેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પીએમ મોદીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે કંગના રનૌતે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

Kangana ranaut defends prime minister narendra modi amid trolling

Kangana ranaut defends prime minister narendra modi amid trolling

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના અભિનયની સાથે સાથે તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ જાણીતી છે. કંગના રનૌત ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતી જોવા મળે છે. હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેના પર કંગના રનૌતે ટ્રોલ્સ ને જડબાતોડ જવાબ આપ્યો છે. 

Join Our WhatsApp Community

 

પીએમ નરેન્દ્ર મોદી થયા ટ્રોલ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં ગ્લાસ પકડીને જોવા મળી રહ્યા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કંઈક કહે છે અને તેના પર પીએમ નરેન્દ્ર મોદી હસવા લાગે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ પીએમ નરેન્દ્ર મોદીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીને બિડેન ની વાત સમજાઈ નહીં, છતાં તેઓ હસી રહ્યા છે. તેમજ, કેટલાક લોકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઘણીવાર વિશ્વના નેતાઓની વાત પર હસતા હોય છે કારણ કે તેઓ શું બોલે છે તે તેઓ સમજી શકતા નથી. આના પર કંગના રનૌતે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

કંગના એ આપ્યો જવાબ 

કંગના રનૌતે ટ્વીટ કર્યું છે કે, ‘કેવો કળિયુગ છે જે મનુષ્યના માથા પર નાચી રહ્યો છે, જે પ્રાણીઓનું માંસ કે લોહી નથી ખાતો, જે ક્યારેય ધૂમ્રપાન નથી કરતો કે દારૂનું સેવન નથી કરતો, એવા સારા માનવીનું અપમાન થઈ રહ્યું છે કે પેગ પકડી ને હવા માં કેવી રીતે ઘુમાવવું નથી આવડતું. કંગના રનૌતે આગળ લખ્યું, ‘આલ્કોહોલ માનવ પ્રણાલી માટે તબીબી, ક્લિનિકલી અને વૈજ્ઞાનિક દરેક રીતે ખરાબ છે. શું જો બિડેન ફ્લોર પર બેસીને હાથ વડે ખાઈ શકે છે? જેઓ તેમના ધોરણોથી ઘણા નીચા છે તેમના માટે આપણા પીએમને શું ફરક પડે છે?

આ સમાચાર પણ વાંચો : Nayanthara: ‘જવાન’ પહેલા નયનતારા ને મળી હતી શાહરૂખની આ ફિલ્મની ઓફર, આ કારણે અભિનેત્રી એ જતો કર્યો મોકો

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ
Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Exit mobile version