Site icon

અક્ષય અને અમિતાભની ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, તો કંગના રનૌતની ફિલ્મ માટે થિયેટરોએ કેમ કર્યો ઇનકાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ 'થલાઇવી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં કેટલીક મુશ્કેલીઓ હોવાનું જણાય છે. હવે આ સમગ્ર મામલે કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક પોસ્ટ શૅર કરી છે. 

કંગનાએ લખ્યું : કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાને સપોર્ટ કરો. સિનેમાઘરોમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એવી કેટલીક ફિલ્મો છે જે થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના ધરાવે છે. મારી ફિલ્મના નિર્માતા @vishnuinduriની જેમ @ashaileshrsingh ઘણું સમાધાન કરવાનું વિચારે છે અને થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું જોખમ લે છે. લોકોના સિનેમા પ્રત્યેના પ્રેમના કારણે જ આ શક્ય બન્યું છે. 

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

અહેવાલો અનુસાર મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર 'બેલ બૉટમ' અને અમિતાભ બચ્ચનની 'ચેહરે' જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે 'થલાઇવી'ના નિર્માતાઓએ અગાઉ રોગચાળાની સ્થિતિને જોતાં પહેલાં ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે થિયેટર માલિકોની શરતો સ્વીકારી. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને ફિલ્મનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં, COVID-19ના કડક નિયમોને કારણે દેશભરમાં સિનેમાઘરોને 50% પ્રેક્ષકો સાથે ચલાવવાની મંજૂરી છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version