News Continuous Bureau | Mumbai
લોકઅપ હોસ્ટ (Lock-upp host) કર્યા પછી, કંગના રનૌત (Kangana Ranaut) એક્શન ડ્રામા ફિલ્મ 'ધાકડ'નું પ્રમોશન (Dhakad promotion)કરી રહી છે જે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમના સોશિયલ મીડિયા (social media) પર કંગના રનૌતની ફિલ્મ 'શી ઓન ફાયર' નામના પ્રથમ ગીતનું ટીઝર શેર કર્યું હતું. ક્લિપ શેર કરતાં બચ્ચને ટીમને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે અભિનેતાએ થોડા સમય પછી તેના સોશિયલ મીડિયા પર થી ટીઝરને ડીલીટ કરી નાખ્યું.(delete on social media)
હવે કંગના રનૌતે આ કિસ્સા પર ખુલીને વાત કરી છે. ફિલ્મના પ્રમોશન (Dhakad promotion)દરમિયાન જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે ધાકડના ટ્રેલરના અન્ય બોલિવૂડ સ્ટાર્સે (bollywood stars)શા માટે વખાણ નથી કર્યા? ત્યારબાદ કંગનાએ કહ્યું, "કેટલાક લોકોમાં અંગત અસુરક્ષા હોય છે, કેટલાક લોકોને ડર છે કે ઇન્ડસ્ટ્રી મારી અથવા મારી ફિલ્મના વખાણ કરવા બદલ તેમનો બહિષ્કાર (boycott) કરશે."અભિનેત્રીએ કહ્યું કે, "બશત લોકોની પસંદ અને નાપસંદ હોય છે, પરંતુ તે એટલું આશ્ચર્યજનક છે કે બચ્ચન સાહેબે (Amitabh Bachchan delete post) ટ્રેલર ટ્વીટ કર્યું અને પછી તેણે પાંચ-દસ મિનિટમાં તેને હટાવી દીધું. તેમના જેવા સુપરસ્ટાર પર કોણ દબાણ કરશે. હું નથી જાણતી , આ પરિસ્થિતિ થોડી જટિલ છે."
આ સમાચાર પણ વાંચો: 'KGF 2' જોઈને રણવીર સિંહે આપી તેની પ્રતિક્રિયા, રોકી ભાઈ ના વખાણમાં કહી આ વાત
આ ફિલ્મમાં કંગના એક એજન્ટ(agent) તરીકે જોવા મળશે. જે દેશના દુશ્મનો થી બચાવતી જોવા મળશે. આ ફિલ્મમાં કંગના સાત અલગ-અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ (Arjun Rampal) લીડ રોલમાં જોવા મળશે, જે વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. આ બંને સિવાય દિવ્યા દત્તા (Divya Dutta) પણ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 20 મે 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.
