Site icon News Continuous Bureau | Mumbai

કંગના રનૌતની મુંબઇ ઓફિસ પર BMC ના દરોડા, અભિનેત્રીએ કહ્યું – મારું સ્વપ્ન તૂટી રહ્યું છે …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 સપ્ટેમ્બર 2020 

અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના ના સંજય રાઉત વચ્ચેની જુબાની જંગ હવે તોડફોડ સુધી પહોંચી ગઈ છે.

બીએમસીએ કંગનાની મુંબઇ ઓફિસ પર દરોડા પાડ્યા છે. સોમવારે કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે ચાલી રહેલા મૌખિક યુદ્ધના પડઘા સંભળાયા હતા. આગામી 9 તારીખે  કંગના મુંબઈ આવવાની હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. 

દરમિયાન, કંગનાએ ટ્વિટર દ્વારા આ દરોડાની માહિતી આપી હતી, કે "આ મુંબઈની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ છે, જે મેં પંદર વર્ષોની મહેનત પછી બનાવી છે." મારા જીવનમાં મારું એક જ સપનું હતું, જ્યારે હું ફિલ્મ નિર્માતા બનું ત્યારે મારી પોતાની ઓફિસ હોય. પરંતુ લાગે છે કે, આ સ્વપ્ન તોડવાનો સમય આવી ગયો છે. આજે અચાનક BMC ના કેટલાક લોકો ત્યાં આવી ગયા છે. કંગનાએ વધુમાં લખ્યું છે કે-  "તેઓએ બળજબરીથી મારી ઓફિસનો હવાલો લઈ લીધો છે. ઓફીસ નું માપ માપી રહ્યા છે. મારા પાડોશીઓએ વિરોધ કર્યો ત્યારે તેમને પણ ધમકી આપી છે." આમ તો બીએમસીએ ગેરકાયદે બાંધકામો બતાવવા સ્ટ્રક્ચર પ્લાન સાથે નોટિસ મોકલવી જોઈએ. પરંતુ અધિકારીઓ પૂર્વ સૂચના વિના મારા સ્થાને દરોડા પાડ્યા આવી પહોંચ્યા હતાં, તેઓ કાલે પણ પાછા આવશે.

કંગનાએ આ વર્ષે જાન્યુઆરીમાં જ મુંબઇના પોશ પાલીહિલ વિસ્તારમાં તેની ઓફિસની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, કંગનાની ઓફિસની કિંમત આશરે 48 કરોડ રૂપિયા છે. પાલીહિલ ખાતેનો બંગલો નંબર 5 ને ઓફિસમાં ફેરવાયો છે. આમ હાલના દિનોમાં કંગના સતત વિવિધ કારણોસર ચર્ચામાં રહી છે.

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version