News Continuous Bureau | Mumbai
Kangana ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તે અવારનવાર તેના નિવેદન ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હાલ કંગના નું ચર્ચા માં આવવાનું કારણ તેની નેવેદન નહીં પરંતુ એક મિસ્ટ્રી મેન છે. જી હા કંગના તાજેતરમાં જ એક મિસ્ટ્રીમેન સાથે હાથ માં હાથ પરોવી ચાલતી જોવા મળી હતી. જેની તસવીર વાયરલ થઇ રહી છે. તસવીર જોયા બાદ કંગના ના ચાહકો ખુબ ખુશ છે અને કહી રહ્યા છે કે આખરે કંગના ના જીવન માં નવા પ્રેમ ની એન્ટ્રી થઇ ગઈ.
કંગના ની તસવીર થઇ વાયરલ
સોશિયલ મીડિયા પર કંગના ની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તે એક સલૂન ની બહાર એક વ્યક્તિ નો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ દરમિયાન કંગના ના ચહેરા પર એક સુંદર સ્મિત જોવા મળી રહ્યું છે.કંગના ની આ તસવીર સામે આવતા અભિનેત્રી ના ચાહકો ખુશ થઇ ગયા છે કે આખરે તેના જીવન માં પ્રેમ ની એન્ટી થઇ. જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે તે વ્યક્તિ તેનો મિત્ર છે કે પ્રેમ.
કંગના ની આ તસવીર પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘તે રિતિક રોશન ની કોપી છે.’ અન્યૂ એક લખ્યું બંને એક સાથે ક્યૂટ લાગી રહ્યા છે.’
આ સમાચાર પણ વાંચો : Agastya nanda: ફિલ્મ બાદ હવે અગસ્ત્ય નંદા નું સોશિયલ મીડિયા ડેબ્યુ, કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન ની માતા ગૌરી ખાને પહેલી પોસ્ટ પર કરી આવી કોમેન્ટ