News Continuous Bureau | Mumbai
કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ દરેક પસાર થતા દિવસે વધુ સારી રીતે કલેક્શન કરી રહી છે. પહેલા દિવસે ફિલ્મે 11.10 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ બીજા દિવસે 16 કરોડની કમાણી કરીને કુલ 27 કરોડની કમાણી કરી લીધી છે. કરણ જોહર અને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આ આંકડો જોઈને ખૂબ જ ખુશ છે. પરંતુ કંગના રનૌત કરણ જોહર નો તે વીડિયો સતત શેર કરી રહી છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તે પૈસા ફેંકીને કંઈ પણ કરી શકે છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, તેને મીડિયામાં પ્રકાશિત તેની ફિલ્મના સારા રિવ્યુ જ મળી શકે છે.
કંગનાએ કરણ જોહર નો વિડીયો શેર કર્યો
કંગનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વિદ્યાર્થી કરણને સવાલ કરી રહ્યો છે. જેના જવાબમાં કરણ કહે છે કે નંબર બદલી શકાય છે. તેઓ પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. કંગનાએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- વાહ, કરણ જોહર જી જે કહી રહ્યા છે કે હું પૈસા ફેંકીને કંઈ પણ કરી શકું છું. કોઈપણ તૈયારી બિલ્ડ કરી શકું છું. હું માત્ર પૈસા ફેંકીને ફ્લોપ ને હિટ, હિટ ને ફ્લોપ, દિવસ ને રાત, રાત ને દિવસ સાબિત કરી શકું છું. શું તમને લાગે છે કે કરણ જોહર સાચું બોલી રહ્યો છે? કંગનાએ કરણની ફિલ્મના કલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. અભિનેત્રીને આ ફિલ્મ પસંદ ન આવી. આવી સ્થિતિમાં તે માને છે કે બેકાર ફિલ્મ આટલી કમાણી કેવી રીતે કરી શકે. આવી સ્થિતિમાં કંગનાએ પુરાવા સાથે કરણ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. તો તેનો મતલબ એ થયો કે કરણે ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ના કમાણીના આંકડામાં પણ છેડછાડ કરી છે.
આ સમાચાર પણ વાંચો : RSS Chief In Thane: થાણેમાં મોહન ભાગવતે વિપક્ષો પર નિશાન સાધતા.. કહી આ મોટી વાત…. જાણો અહીં સંપુર્ણ મુદ્દો શું છે….
કંગના એ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ને ગણાવી ડેઈલી સોપ
અગાઉ કંગનાએ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ને ડેઈલી સોપ ગણાવી હતી.તેમજ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું હતું. અભિનેત્રીએ રણવીરને ‘કાર્ટૂન’ કહ્યો હતો. સાથે જ કહ્યું કે તેણે કરણ જોહરની સલાહને અનુસરવાનું બંધ કરી દેવું જોઈએ. કંગનાએ ફેશનની પસંદગી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કરણ અને કંગના વચ્ચે 36નો આંકડો છે. જ્યારે કંગના કરણના ચેટ શોમાં આવી ત્યારે તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા, ત્યારથી બંને વચ્ચે અણબનાવ છે. કંગનાએ સ્પષ્ટપણે કરણને ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યો હતો.
