Site icon

Kangana ranaut: બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના રનૌત,સ્ક્રીપ્ટ છે તૈયાર પરંતુ સામે આવી રહી છે આ મુશ્કેલી

Kangana ranaut:બિલ્કીસ બાનો કેસ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે, અભિનેત્રી કંગના રનૌત બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે અને તે આના પર રિસર્ચ કરી રહી છે.

kangana ranaut wants to make a film on bilkis bano

kangana ranaut wants to make a film on bilkis bano

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. બિલકિસ બાનો કેસના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર બળાત્કાર કરનાર અને તેના પરિવારની હત્યા કરનાર 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને ઉલટાવી દીધો.હવે કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે તે આ સમગ્ર મુદ્દા પર ફિલ્મ બનાવવા માંગે છે. 

Join Our WhatsApp Community

 

બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના 

કંગના રનૌત ને એક એક્સ(ટ્વીટર) યુઝરે લખ્યું, ‘ડિયર કંગના મેડમ, મહિલા સશક્તિકરણ માટેનો તમારો જુસ્સો ખૂબ જ પ્રોત્સાહક છે. શું તમને બિલ્કીસ બાનો ની વાર્તા શક્તિશાળી ફિલ્મ દ્વારા કહેવામાં રસ છે? શું તમે આ બિલકિસ બાનો, નારીવાદની બાબત તરીકે અથવા ઓછામાં ઓછી માનવતાની બાબત તરીકે કરશો?


આના પર કંગના એ જવાબ આપ્યો, ‘મારે એ વાર્તા કરવી છે. મારી પાસે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. મેં આના પર ત્રણ વર્ષ સુધી સંશોધન અને કામ કર્યું છે. પરંતુ Netflix, Amazon Prime Video અને અન્ય સ્ટુડિયોની માર્ગદર્શિકા સ્પષ્ટ છે કે તેઓ આવી રાજકીય પ્રેરિત ફિલ્મો કરતા નથી. કંગનાએ એમ પણ કહ્યું કે ‘જિયો સિનેમાએ તેમને કહ્યું કે કંગના સરકારને સપોર્ટ કરે છે, તેથી તેઓ તેમની સાથે કામ કરતી નથી. અને જી હાલમાં મર્જરમાંથી પસાર થઈ રહ્યું છે. મારી પાસે કયા વિકલ્પો બાકી છે?’

આ સમાચાર પણ વાંચો : 12th fail: 12 મી ફેલ નો ચાલ્યો જાદુ, આ ફિલ્મો ને પાછળ છોડી બની IMDB ની રેટિંગ યાદીમાં ટોચ ની ફિલ્મ

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version