Site icon News Continuous Bureau | Mumbai

Kapil dev: ચંદુ ચેમ્પિયન જોઈને ભાવુક થયો કપિલ દેવ, કાર્તિક આર્યન ની ફિલ્મ વિશે કહી આવી વાત

Kapil dev: કપિલ દેવ એ કાર્તિક આર્યન ની ફિલ્મ ચંદુ ચેમ્પિયન જોઈ હતી. આ ફિલ્મ ક્રિકેટર ભાવુક થઇ ગયો હતો તેને તેના સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન ની ફિલ્મ ના વખાણ કરતા એક નોટ લખી છે.

kapil dev praising kartik aaryan chandu champion

kapil dev praising kartik aaryan chandu champion

News Continuous Bureau | Mumbai 

Kapil dev: ચંદુ ચેમ્પિયન સિનેમાઘરો માં ધૂમ મચાવી રહી છે. કબીર ખાન ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્તિક આર્યને ‘ચંદુ ચેમ્પિયન’ના રોલમાં શાનદાર અભિનય કર્યો છે. હવે ભારત ના ભૂતપૂર્વ કક્રિકેટર કપિલ દેવ એ ગઈકાલે કાર્તિક આર્યન આ ફિલ્મ જોઈ હતી, આ ફિલ્મ જોયા પછી, ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Swara bhaskar: સ્વરા ભાસ્કરે શેર કરી તેની દીકરી રાબિયા ની પ્રથમ બકરીઇદ ની ઉજવણીની તસવીરો,પુત્રી માટે કહી આવી વાત

કપિલ દેવ એ કર્યા ચંદુ ચેમ્પિયન ના વખાણ 

કપિલ દેવ એ તેમના ઇન્સ્ટાગ્રામ પર ચંદુ ચેમ્પિયન નું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘ ‘ચંદુ ચેમ્પિયન’ જોવાનું મિસ ના કરતા. આ એક શાનદારફિલ્મ છે. આ ફિલ્મ જોતી વખતે હું ઘણી વાર રડ્યો, હસ્યો અને ગર્વ અનુભવ્યો. આ ફિલ્મ જોયા પછી હું શું અનુભવું છું તે હું સમજાવી શકતો નથી. આ ફિલ્મની વાર્તા જબરદસ્ત છે.મને સ્પોર્ટ્સ મૂવી જોવાનું ગમે છે અને હું તેની પ્રશંસા કરું છું, પરંતુ આ મૂવી માત્ર સ્પોર્ટ્સ મૂવી નથી. કાર્તિકની આ ફિલ્મ એક ઈમોશન છે. આ ફિલ્મ જોતી વખતે તમે ક્યારે તેની સાથે જોડાઈ જશો તેની તમને ખબર નહીં પડે. કબીર ખાને એક શાનદાર ફિલ્મ બનાવી છે.’


‘ચંદુ ચેમ્પિયન’ મુરલીકાંત પેટકરની બાયોપિક છે. કપિલ દેવે પણ ફિલ્મની કાસ્ટ અને ક્રૂની પ્રશંસા કરી છે. કપિલે લખ્યું, ‘કાર્તિક આર્યનએ ‘ચંદુ ચેમ્પિયન’માં શાનદાર કામ કર્યું છે. તે પ્રતિભાનું પાવરહાઉસ છે. અમને આ ફિલ્મ આપવા બદલ ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂને અભિનંદન. હવે દરેક જણ ચેમ્પિયન છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version