ગત સપ્તાહે કપિલ શર્માને મુંબઈ એરપોર્ટ પર વિલચેર માં બેસેલો જોવામાં આવ્યો હતો
હવે આ મામલે કપિલ શર્માએ ફોડ પાડ્યો છે કે જીમ્નેશિયમમાં કસરત કરતી વખતે તેમને ઈજા પહોંચી છે. આ ઈજા હજી થોડો વખત રહેશે જો કે અત્યારે કપિલ શર્મા ની હાલત સુધારા પર છે.
કપિલ શર્મા અત્યારે બ્રેક પર છે અને છેલ્લાં ત્રણ અઠવાડિયાથી તેનો કોઈ શો ટેલીકાસ્ટ થયો નથી.
