Site icon News Continuous Bureau | Mumbai

કરણ જોહરની ફિલ્મ ‘યોદ્ધા’ માં સંપૂર્ણ એક્શનમાં જોવા મળશે સિદ્ધાર્થ મલ્હોત્રા, આ દિવસે થશે રિલીઝ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ફિલ્મ 'શેરશાહ'ની જબરદસ્ત સફળતા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાના પગ જમીન પર નથી. તેની પાસે ફિલ્મની ઓફરોની લાઇન છે. નિર્માતા-દિગ્દર્શક તેની સાથે કામ કરવા ઉત્સુક છે. દરમિયાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે તેણે ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. કરણ જોહરની આ ફિલ્મનું નામ 'યોદ્ધા' છે અને આમાં સિદ્ધાર્થ ટાઈટલ રોલમાં જોવા મળશે. કરણ જોહર ધર્મા પ્રોડક્શનની પહેલી એક્શન ફ્રેન્ચાઈઝી 'યોદ્ધા'સાથે  લોન્ચ કરી રહ્યો છે. સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા પહેલી ફિલ્મ એટલે કે 'યોદ્ધા' નું નિર્દેશન કરશે. 

'યોદ્ધા' 11 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ફિયર્સ લુકમાં જોવા મળી રહ્યો છે. તેનો લુક અને સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. કરણ જોહરની  ફિલ્મની જાહેરાત બાદ સેલેબ્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. હાલમાં 'યોદ્ધા' ના લીડ હીરોની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મના અન્ય કલાકારોના નામ જાહેર કરશે. ફિલ્મના હીરો એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ સોશિયલ મીડિયા પર 'યોદ્ધા' વિશે શેર કર્યું હતું. તેણે લખ્યું, 'તમારો સીટબેલ્ટ ટાઈટ કરો કારણ કે તે એક શાનદાર રાઈડ હશે’.

કરણ જોહર બનાવવા જઈ રહ્યો છે ધમાકેદાર એક્શન ફિલ્મ, આ અભિનેતા બનશે હીરો? જાણો વિગત

તમને જણાવી દઈએ કે કરણ જોહરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે ધર્મા પ્રોડક્શનની બેંગ એક્શન ફ્રેન્ચાઈઝીની જાહેરાત કરવા જઈ રહ્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મનો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા હોઈ શકે છે. જો કે, ત્યાં સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version