Site icon

Karan johar: આ બે નિર્દેશકોની કોપી કરીને બનાવવામાં આવી છે રણવીર આલિયાની રોકી ઔર રાની કી પ્રેમ કહાની, કરણ જોહરે કર્યો મોટો ખુલાસો

Karan johar:કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાની ને ઘણી પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડીને દર્શકોએ પસંદ કરી હતી. જોકે કેટલાક લોકોએ ફિલ્મની ટીકા પણ કરી હતી. હવે કરણ જોહરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મ ને લઇ ને ખુલાસો કર્યો છે.

karan johar revealed he copied yash chopra and sanjay leela bhansali for ranveer alia film RARKPK

karan johar revealed he copied yash chopra and sanjay leela bhansali for ranveer alia film RARKPK

News Continuous Bureau | Mumbai

Karan johar: ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાની દ્વારા કરણ જોહર 7 વર્ષ બાદ દિગ્દર્શનની દુનિયામાં પરત ફર્યો છે. કરણ જોહરની આ ફિલ્મ ને ખુબ પસંદ કરવામાં આવી હતી. કરણ જોહરે પોતાની ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેણે રોકી ઔર રાની કી પ્રેમકહાની માં યશ ચોપરા અને સંજય લીલા ભણસાલીની ઘણી વસ્તુઓ કોપી કરી છે.

Join Our WhatsApp Community

 

કરણ જોહરે કર્યો ખુલાસો 

મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કરણે કબૂલ્યું હતું કે તેણે રોકી ઔર રાની ફિલ્મ માટે બે ફિલ્મમેકર્સની નકલ કરી હતી. દિગ્દર્શકે ખુલાસો કર્યો કે તેણે ફિલ્મમાં સંજય લીલા ભણસાલી અને સ્વર્ગસ્થ યશ ચોપરા બંનેની નકલ કરી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં વિઝ્યુઅલ સેટ ડિઝાઇન સંજય લીલા ભણસાલીની ફિલ્મોના મનમોહક સૌંદર્ય એસ્થેટિક્સ થી ભારે પ્રભાવિત હતા. કરણે વધુમાં કહ્યું કે આ તેમનું સર્જન નથી. તે ખરેખર સંજય લીલા ભણસાલીની ઉત્કૃષ્ટ કલાત્મક દ્રષ્ટિ નું પ્રતીક છે.આ વાતચીતમાં કરણ જોહરે જણાવ્યું કે તેણે ફિલ્મ માટે યશ ચોપરાના એક ગીતમાંથી  પણ પ્રેરણા લીધી છે. તે કદાચ સારેગામા કારવાં મેડલીનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમાં રણવીર અને આલિયાએ ધર્મેન્દ્ર અને શબાના આઝમી સાથે મળીને યશ ચોપરાની ઘણી ક્લાસિક ફિલ્મો સહિત અસંખ્ય કાલાતીત ક્લાસિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની સ્ટારકાસ્ટ 

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની વાત કરીએ તો આ ફિલ્મમાં આલિયા અને રણવીરની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મ માં શબાના આઝમી અને ધર્મેન્દ્રના લિપલોકે બધાને ચોંકાવી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: ફરી લપસી નસીરુદ્દીન શાહ ની જીભ,બોલિવૂડ બાદ હવે સાઉથ ની ફિલ્મો નો કાઢ્યો વારો, આ ફિલ્મની કરી ટીકા

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version