Site icon

Karan johar: શું કોફી વિથ કરણ માં નહીં જોવા મળે શાહરુખ ખાન? કરણ જોહરે કર્યો આ વિશે ખુલાસો

Karan johar: હાલમાં જ કરણ જોહરે મીડિયા ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેને ઘણા મુદ્દાઓ પર વાત કરી. કરણ જોહરે શાહરુખ ખાન ના કોફી વિથ કરણ 8 નો ભાગ હશે કે નહીં તે વિશે પણ ખુલાસો કર્યો હતો.

karan johar reveals shahrukh khan will not be part of koffee with karan 8

karan johar reveals shahrukh khan will not be part of koffee with karan 8

News Continuous Bureau | Mumbai 

 Karan johar: કરણ જોહરના શો કોફી વિથ કરણ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શો આજથી ડિઝની પ્લસ  હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. શોનો પ્રોમો પણ સામે આવ્યો છે, જેમાં દીપિકા અને રણવીર સિંહ આ શોના પહેલા એપિસોડ ના ગેસ્ટ હશે.હવે સવાલ એ છે કે આ શો માં શાહરુખ ખાન જોવા મળશે કે નહીં તો આ વિશે કરણ જોહરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

 

કરણ જોહરે શાહરુખ ખાન ને લઇ ને કર્યો ખુલાસો 

કરણ જોહરે મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “શાહરુખ ખાન કોઈને કોઈ રીતે કોફી વિથ કરણ સાથે સંકળાયેલો છે. પરંતુ, મને નથી લાગતું કે તે આગળ આવીને વાત કરવા માંગે છે. તે મૌન રહેવા માંગે છે અને મને એવું લાગે છે. કે તે આને લાયક છે. નિર્માતા અને ચાહકો તરીકે, આપણે તેને આ જગ્યા આપવી જોઈએ.” કરણ જોહરે પોતાની વાતચીતમાં એમ પણ કહ્યું કે તે શાહરૂખ ખાન સાથે ટૂંક સમયમાં એક ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે.

કોફી વિથ કરણ માં જોવા મળ્યો હતો શાહરુખ ખાન 

શાહરુખે કોફી વિથ કરણ નો પ્રથમ એપિસોડ 2004માં તેની સહ કલાકાર કાજોલ સાથે શરૂ કર્યો હતો. આ જોડી તેમની ‘કુછ કુછ હોતા હૈ’ની કો-સ્ટાર રાની મુખર્જી સાથે બીજા હપ્તા ના સિઝનના પ્રીમિયરમાં પણ જોડાઈ હતી. શાહરુખ સિઝન 3 માં એકલો આવ્યો હતો, ત્યારબાદ સીઝન 5 માં તે તેની ડીયર જિંદગી કી સહ-સ્ટાર આલિયા ભટ્ટ સાથે આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Indian Panorama: ભારતીય પેનોરમા 2023એ 54મી આઈએફએફઆઈ, 2023 માટે સત્તાવાર પસંદગીની જાહેરાત કરી.

Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર
TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર
Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Aishwarya rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની અરજી પર દિલ્હી હાઈકોર્ટ એ આપ્યો આવો ચુકાદો
Exit mobile version