Site icon News Continuous Bureau | Mumbai

Karan Johar: કરણ જોહર થી ના સહન થયું દીપિકા-રણવીર નું ટ્રોલીગ થવું, ફિલ્મમેકરે તેના જવાબ સાથે કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

Karan Johar: કરણ જોહર ના સેલેબ્રીટી ચેટ શો કોફી વિથ કરણ ની 8 મી સીઝન માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. આ દરમિયાન કપલે પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા હતા. ત્યારબાદ થી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જબરદસ્ત ટ્રોલીંગનો સામનો કરી રહ્યા હતા. હવે કરણ જોહરે આનો જવાબ આપ્યો છે.

karan johar slam trollers for trolling deepika and ranveer after koffee with karan first episode

karan johar slam trollers for trolling deepika and ranveer after koffee with karan first episode

News Continuous Bureau | Mumbai 

Karan Johar: ફિલ્મમેકર કરણ જોહર તેના સેલેબ્રીટી ટોક શો ‘કોફી વિથ કરણ 8’ ને લઇ ને ચર્ચા માં છે. આ શો ની આઠમી સીઝન નો પહેલો એપિસોડ સ્ટ્રીમ થઇ ચુક્યો છે. આ સીઝન ના પહેલા ગેસ્ટ તરીકે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા. આ એપિસોડ માં દીપિકા અને રણવીરે તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક ખુલાસો કર્યા હતા. આ દરમિયાન તેમને પોતાના લગ્નનો એક અનસીન વીડિયો પણ શેર કર્યો હતો. કરણ ના સવાલો ના જવાબ આપતી વખતે બંનેએ કંઈક એવું કહ્યું જે ઈન્ટરનેટ પર ટ્રોલ થઈ ગયું. ઘણા લોકોએ બંનેના જૂના નિવેદનો શોધીને શેર કર્યા અને તેમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. દીપિકા અને રણવીરે આ ટ્રોલિંગ પર કંઈ કહ્યું નથી પરંતુ કરણ જોહરે આનો જવાબ આપ્યો છે.

Join Our WhatsApp Channel

 

કરણ જોહરે આપ્યો જવાબ 

ફિલ્મમેકર કરણ જોહરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ‘કોફી વિથ કરણ 8’ પર અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના નિવેદનો ના વિવાદ વિશે વાત કરી હતી. કરણે ટ્રોલ્સ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમની ટિપ્પણીથી કોઈને કોઈ ફરક પડતો નથી. કરણે કહ્યું, ‘તમારે જે કરવું હોય તે કરો કારણ કે કોઈ જોતું નથી. તમારું કોઈ સાંભળતું નથી.’ આ રીતે કરણે દીપિકા અને રણવીર નો બચાવ કર્યો હતો 

આ સમાચાર પણ વાંચો : Ranveer singh: પકડાઈ ગઈ રણવીર સિંહ ની ચોરી! કોફી વિથ કરણ માં દીપિકા પાદુકોણ સાથે ની પ્રથમ મુલાકત વિશે અભિનેતા એ કહી એવી વાત કે થઇ ગયો ટ્રોલ

દીપિકા અને રણવીર થયા ટ્રોલ 

કરણ જોહર ના ચેટ શો કોફી કરણ ના પહેલા ગેસ્ટ તરીકે પહોંચેલા દીપિકા અને રણવીરે ઘણા ખુલાસા કર્યા હતા. તેમના ઘણા નિવેદનો ને કારણે તેઓ ટ્રોલ થયા હતા. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ તેના નિવેદન માટે ટ્રોલ થઈ હતી જેમાં તેણે કહ્યું હતું કે રણવીર સિંહ સાથે હોવા છતાં તે અન્ય લોકોને પણ ડેટ કરતી હતી. દીપિકાએ કહ્યું કે ભલે તેણે મૌખિક રીતે કોઈ પ્રતિબદ્ધતા આપી ન હતી, પરંતુ તે માનસિક રીતે પ્રતિબદ્ધ હતી. આ ઉપરાંત, રણવીર ટ્રોલ થઈ ગયો કારણકે તેણે દીપિકાને સંજય લીલા ભણસાલીના ઘરે મળવાની ઘટના સંભળાવી કારણ કે તેણે કોફી વિથ કરણ પર અનુષ્કા શર્મા વિશે બરાબર આવું જ કહ્યું હતું.

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version