Site icon

 સ્ટાર ફેમિલી થી સંબંધિત ન હોવાને કારણે આ નવોદિત અભિનેતાને તગેડી મૂક્યો કરણ જોહરે. જાણો તે નવોદિત સ્ટાર કોણ છે?

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો. 

મુંબઈ,17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

        બોલિવૂડમાં નેપોટીઝમના પ્રણેતા કરણ જોહરે ફરી એક વાર પુરવાર કરી દીધું છે કે પક્ષવાદમાં તેની તુલના એ કોઈ ના આવે. છેલ્લા કેટલાક વર્ષોથી કરણ જોહરપર  સ્ટાર કીડના પ્રમોટર બનવાનો આરોપ લાગી રહ્યો છે.જે મહદઅંશે સાચું પણ છે અને તે પોતે પણ બોલિવૂડમાં તેના વ્યવહારથી આ વાત સાબિત કરી ચુક્યો છે.

      આજે ફરી એકવાર  કરણ જોહરના હોમ પ્રોડક્શન (ધર્માં પ્રોડક્શન ) હેઠળ એક કલાકારને બેન  કરી દીધો છે. એટલે કે તેની સાથે કામ કરવા પર કાયમનો પ્રતિબંધ લગાડી દીધો છે. ધર્મા પ્રોડક્શને આજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા જાહેર કર્યું છે કે, તેમણે કાર્તિક આર્યનને 'બ્લેક લિસ્ટ' કરી દીધો છે. ધર્માં પ્રોડક્શન હેઠળ બનનારી ફિલ્મ 'દોસ્તાના 2' માંથી કાર્તિક આર્યનની હાકલપટ્ટી કરવામાં આવી છે. બોલિવૂડમાં કાર્તિક આર્યન એક એવો કલાકાર નથી કે જેને કરણ જોહરે બેન કર્યો હોય. લિસ્ટ બહુ લાબું છે.તાજેતરનું જ જોવા જઈએ તો ગત વર્ષના જુલાઈ મહિનામાં આપઘાત કરનાર કલાકાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ પણ કરણ જોહર અને તેનું ધર્માં પ્રોડક્શન જવાબદાર હોવાની અટકળો વહેતી થઇ હતી. 

        બોલીવૂડના ઘણા બધા કલાકારો એ પોતે જાહેરમાં એ વાત કબુલી છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પક્ષવાદ બહુ ચાલે છે. જે કલાકાર ફિલ્મી બેક્ગ્રોઉંડમાંથી ના આવતો હોય તેની અવગણના કરવામાં આવે છે. તેને ફિલ્મી પાર્ટીઓથી પણ દૂર રાખવામાં આવે છે. કદાચ એટલે જ ફિલ્મી બેકગ્રાઉન્ડ ના ધરાવતા એક્ટર કાર્તિક આર્યનને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના નાના શહેર ગ્વાલિયરથી આવતા કાર્તિક આર્યને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવા ખુબ જ  મહેનત કરી છે અને થોડાક અંશે તે સફળ પણ રહ્યો છે. 'પ્યાર કા પંચનામા 'થી પોતાની ફિલ્મી કારકિર્દી થી શરુ કરનાર કાર્તિક અત્યારે પોતાની ચાર્મિંગ ઇમેજ દ્વારા યુવા વર્ગનો ચહીતો બની ગયો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાજા થયા.

         ઉલ્લેખનીય છે કે ,હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર કાર્તિક આર્યનની  ફિલ્મ 'ધમાકા ' એ સૌથી વધુ કિંમતે વેચાઈ છે. જેણે કિંમતની દ્રષ્ટિએ વરુણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે.

Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત
KBC 17: અમિતાભ બચ્ચન એ કેમ છોડ્યું હતું રાજકારણ? બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો
Aryan Khan: ક્યારેય ન હસનારો આર્યન ખાન આ ખાસ વ્યક્તિના કારણે હસ્યો, તસવીરો થઈ વાયરલ
Jolly LLB 3 : જોલી LLB 3 ને બુધવારે મળ્યો સૌથી ઓછો રિસ્પોન્સ, અક્ષય અને અરશદ ની ફિલ્મે કરી માત્ર આટલા કરોડની કમાણી
Exit mobile version