Site icon

શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેતાના પિતાએ આપ્યું આવું નિવેદન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 15 પૂરો થઈ ગયો છે. આ શોએ ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક કપલ આપ્યું છે. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશને બિગ બોસની સીઝન 15માં સ્પર્ધક તરીકે જોવામાં આવ્યા હતા અને શો દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી હતી, ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ઘણી વખત શોમાં રોમેન્ટિક થતા જોવા મળ્યા છે.ખાસ વાત એ છે કે તેજસ્વી અને કરણના સંબંધોને બંનેના પરિવારજનોએ મંજૂરી આપી દીધી છે. કરણના પિતાએ તેજસ્વીને પરિવારનું હૃદય ગણાવ્યું હતું. તે જ સમયે, હવે બંને શોમાંથી બહાર આવ્યા પછી જલ્દી લગ્ન કરી શકે છે. આ વાત ખુદ કરણ કુન્દ્રાના પિતાએ કહી છે.

 

વાસ્તવ માં, કરણ કુન્દ્રાના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કરણના પિતા દાવો કરતા જોવા મળે છે કે કરણ અને તેજસ્વીના જલ્દી લગ્ન થઈ શકે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે પાપારાઝી કરણના પિતાને પૂછે છે, 'તેજસ્વી અને કરણના સંબંધોને મંજૂરી મળી ગઈ છે પરંતુ હવે તમે લોકો લગ્ન વિશે શું વિચારો છો? આના પર અભિનેતાના પિતા કહે છે, 'જો બધુ બરાબર રહેશે તો જલ્દી લગ્ન થશે.'જ્યારે બિગ બોસ 15ના ઘરમાં ફેમિલી વીક થયું હતું. ત્યારબાદ સ્પર્ધકોના પરિવારના સભ્યોએ વીડિયો કોલ દ્વારા સૌથી વધુ વાત કરી. આ દરમિયાન કરણ કુન્દ્રાએ તેજસ્વી પ્રકાશનો પરિચય તેના માતા-પિતા સાથે કરાવ્યો હતો. આ અવસર પર જ્યારે કરણે તેના માતા-પિતાને તેજસ્વી વિશે પૂછ્યું તો અભિનેતાના પિતાએ કહ્યું કે તે હવે પરિવારના દિલમાં છે. આનાથી બધા ખુશ થઈ ગયા.

‘બિગ બોસ 15’ ની વિજેતા તેજસ્વી પ્રકાશ ને લાગી લોટરી, એકતા કપૂર ની આ સિરિયલ માં ભજવશે મહત્વ ની ભૂમિકા; જાણો વિગત

આ સિવાય શોમાં સલમાન ખાને કરણ કુન્દ્રાની વાત  તેજસ્વી પ્રકાશના માતા-પિતા પણ કરાવી હતી. કરણે તેજસ્વીના માતા-પિતા સાથે મરાઠી ભાષામાં વાત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સલમાન ખાને તેજસ્વીના માતા-પિતાને પૂછ્યું હતું કે જો બધું બરાબર છે તો સંબંધ પાક્કો સમજવો કે નેહી? આના પર તેજસ્વીની માતાએ 'હા'માં જવાબ આપ્યો હતો.હવે જોવું એ રહેશે કે કરણ અને તેજસ્વી ક્યારે લગ્ન ના બંધન માં બંધાય છે. 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version