Site icon

ટીવી અભિનેતા કરણ કુન્દ્રા ના હાથ લાગી બોલિવૂડ ફિલ્મ, અક્ષય કુમાર ની આ અભિનેત્રી સાથે કરશે રોમાન્સ! જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટર અને 'બિગ બોસ 15' ફેમ કરણ કુન્દ્રા દરરોજ સમાચારોમાં રહે છે. ક્યારેક તે તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે જોવા મળે છે તો ક્યારેક તે પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં રહે છે. આ દિવસોમાં કરણ કુન્દ્રા કંગના રનૌતના શો લોક અપમાં જેલરના રોલમાં જોવા મળે છે. આ સાથે હવે કરણ કુન્દ્રાના ચાહકો માટે એક સારા સમાચાર છે કારણ કે તેના હાથમાં એક મોટો પ્રોજેક્ટ છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કરણ કુન્દ્રાના હાથમાં એક બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે બે મોટા સ્ટાર્સ જોવા મળશે. મળતી માહિતી મુજબ, બોલિવૂડની જે ફિલ્મમાં કરણ કુન્દ્રા જોવા મળશે, તેમાં તેની સાથે રુસ્તમ અને રેડ ફિલ્મ ફેમ ઈલિયાના ડીક્રુઝ અને રણદીપ હુડ્ડા પણ હશે. જોકે, આ ત્રણેય સ્ટાર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં, આ સમાચાર આવતા જ તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને કરણ કુન્દ્રાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.હાલમાં કરણ કુન્દ્રા તેની લવ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેતા ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે. બંનેની મુલાકાત 'બિગ બોસ 15'માં થઈ હતી અને ત્યાંથી બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો. તેજસ્વી પ્રકાશ પહેલા કરણ કુન્દ્રા  મધુરા નાયક, કૃતિકા કામરા અને અનુષા દાંડેકરને ડેટ કરી ચુક્યો છે.

આ સમાચાર પણ વાંચો : TRPની રેસમાં નંબર 1 પર બનેલા શો ‘અનુપમા’ માં આવવાનો છે મોટો ટ્વીસ્ટ, વનરાજને મળશે આ સરપ્રાઈઝ; જાણો વિગત

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કરણકુન્દ્રા 'બિગ બોસ'ની સિઝન 15માં સેકન્ડ રનર અપ હતો. તેણે 'MTV રોડીઝ'ની સીઝન 14 જીતી હતી. તે ઘણા મ્યુઝિક વીડિયો અને પંજાબી ફિલ્મોમાં દેખાયો છે તેમજ ઘણા રિયાલિટી શોને હોસ્ટ કર્યા છે. કરણ કુન્દ્રાએ વર્ષ 2009માં સિરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે ઘણા ટીવી શોમાં જોવા મળ્યો હતો. તેણે '1921' અને 'મુબારકાં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version