Site icon

Kareena kapoor on Saif ali khan: સૈફ અલી ખાન પર હુલમો થયા બાદ કરીના કપૂર એ શેર કરી પોસ્ટ, અભિનેત્રી એ મીડિયા ને કરી ખાસ વિનંતી

Kareena kapoor on Saif ali khan: સૈફ અલી ખાન પર છરી થી હુમલો થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. હવે સૈફ ની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને મીડિયા ને ખાસ વિનંતી પણ કરી છે.

kareena kapoor first post after attack on saif ali khan

News Continuous Bureau | Mumbai

Kareena kapoor on Saif ali khan: સૈફ અલી ખાન પર ગઈકાલે અડધી રાત્રે તેના બાંદ્રા સ્થિત ઘરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અભિનેતા ઘાયલ થયો હતો ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ માં તેની સર્જરી પણ કરવામાં આવી હતી. હાલ સૈફ અલી ખાન ની તબિયત માં સુધારો થઇ રહ્યો છે. હવે સૈફ અલી ખાન ની પત્ની અને અભિનેત્રી કરીના એ આ ઘટના અંગે પહેલી પોસ્ટ શેર કરી છે જેમાં તેને મીડિયા ને ખાસ વિનંતી પણ કરી છે. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, શરૂ થઈ ગયું રાજકારણ… વિપક્ષે મહાયુતિ સરકાર પર સાધ્યું નિશાન..

 કરીના કપૂર એ શેર કરી પોસ્ટ 

કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે, આ અમારા પરિવાર માટે ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ વસ્તુઓ પર પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને હજુ પણ આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે બન્યું. આ મુશ્કેલ સમયમાં, હું મીડિયા અને પાપારાઝીને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે.આ સાથે, એવું કોઈ કવરેજ ન કરો જે યોગ્ય ન હોય. અમે તમારી બધી ચિંતાઓ સમજીએ છીએ અને તેની ચિંતા કરીએ છીએ. તમે બધા જે રીતે અપડેટ્સ લઈ રહ્યા છો તે જોવું અમારા માટે ખૂબ જ મોટી વાત છે. તમે બધા જે રીતે અમારી સુરક્ષા વિશે ચિંતિત છો તે અમારા પરિવાર માટે મોટી વાત છે. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે આપણી સીમાઓનું સન્માન કરો.’


કરીના કપૂરે વધુ માં લખ્યું કે, ‘અમને થોડી સ્પેસ આપો જેથી અમારો પરિવાર આમાંથી બહાર આવી શકે અને આ બધી બાબતો સમજી શકે.’ આ સંવેદનશીલ સમયમાં તમે અમને સમજી રહ્યા છો અને મદદ કરી રહ્યા છો તે બદલ હું તમારા બધાનો આભાર માનું છું. કરીના કપૂર ખાન.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Dhurandhar 2 Dawood Ibrahim: શું ‘બડે સાહબ’ નું પાત્ર દાઉદ પર આધારિત છે? પત્રકારે ડોનની તબિયત અંગે કર્યો મોટો ખુલાસો
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ‘‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: લગ્નના મંડપમાં તુલસી ખોલશે એવું રહસ્ય કે હચમચી જશે આખો પરિવાર!
Exit mobile version