Site icon News Continuous Bureau | Mumbai

Kareena Kapoor: જુઓ જેહની મેસી પ્રત્યેની ‘ચાહત’: કરીના કપૂર સાથેના વીડિયોમાં મેસી ને ચોંટી ગયો લાડકવાયો

Kareena Kapoor: અભિનેત્રી કરીના કપૂર તેના પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસી ને મળવા ગઈ હતી, જેઓ તેમના 'GOAT ઈન્ડિયા ટૂર ૨૦૨૫' માટે મુંબઈમાં છે. આ મુલાકાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફોટો સેશન પછી નાનકડો જેહ મેસીને વળગી રહે છે અને તેની મમ્મી કરીના કપૂરને છોડી દે છે, જે જોઈને ફેન્સ મજાની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Kareena Kapoor, Jeh Clings to Lionel Messi, Video Will Make You Laugh

Kareena Kapoor, Jeh Clings to Lionel Messi, Video Will Make You Laugh

News Continuous Bureau | Mumbai

Kareena Kapoor: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તાજેતરમાં તેના પુત્રો તૈમુર અને જેહ અલી ખાનને આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીને મળવા લઈ ગઈ હતી. મેસી હાલમાં તેમના GOAT ઇન્ડિયા ટૂર ૨૦૨૫ માટે મુંબઈમાં છે. આ દરમિયાન અજય દેવગણ, ટાઇગર શ્રોફ, શિલ્પા શેટ્ટીના પુત્ર, હરભજન સિંહ, તેમની પત્ની અને બાળકોએ પણ મેસી સાથે મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sholay – The Final Cut: ‘શોલે ધ ફાઈનલ કટ’ ને કેવો મળ્યો પ્રતિસાદ? જાણો ‘ધુરંધર’ ના તોફાન સામે ફિલ્મે કેટલો કર્યો વકરો!

 

જેહની ક્યૂટ હરકતનો વીડિયો વાયરલ

આ યાદગાર મુલાકાતના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું, તે હતો કરીના કપૂરના પુત્ર જેહનો. ફેન્સ આ નાનકડા જેહ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને જોઈને પોતાનું હાસ્ય રોકી શકતા નથી. કરીના અને તેના પુત્રો મેસી સાથે પોઝ આપીને હસતા ફોટો ક્લિક કરાવી રહ્યા હતા. ફોટો સેશન સમાપ્ત થયા પછી, કરીના અન્ય લોકો માટે જગ્યા બનાવવા માટે એક તરફ ખસી ગઈ. તૈમુર પણ તેની સાથે ગયો, પરંતુ નાનકડો જેહ બાબા ખસીને મેસી પાસે જઈને ઊભો રહી ગયો. જેહને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મેસીને છોડવા જ માંગતો નથી. કરીના મોટા સલીકાથી જેહનો હાથ પકડીને તેને ત્યાંથી લઈ જાય છે. આ જોઈને દરેકને હસવું  આવી ગયું.


લોકો આ વીડિયો પર ઘણી પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.એક યુઝરે લખ્યું, “હાહાહા, કેટલો વહાલોછે. ઓછામાં ઓછા બાજુમાં તો ઊભો રહેવા દેતી ને. શું યાર!”એકે લખ્યું, “જેહનો મૂડ જ અલગ છે.”અન્ય એકે કહ્યું, “જેહે મેસીને પકડી લીધો અને બેબો ને છોડી દીધી.”એક અન્ય યુઝરે લખ્યું, “આ ખરેખર ખૂબ જ ફની છે.”જણાવી દઈએ કે અભિનેત્રીએ મુલાકાત પહેલા એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો અને તેમાં પુત્રો સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં બંનેએ જર્સી પહેરી હતી, જેમાં જેહની જર્સી પર આર્જેન્ટિના અને તૈમુરની જર્સી પર મેસી લખેલું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version