Site icon

‘દેવદાસ’માં ઐશ્વર્યા નહીં, આ અભિનેત્રીને પોતાની ‘પારો’ બનાવવા માંગતા હતા સંજય લીલા ભણસાલી, અચાનક કર્યું હતું રિપ્લેસમેન્ટ!

જય લીલા ભણસાલીએ અગાઉ કરીના કપૂરને ફિલ્મ 'દેવદાસ' માટે કાસ્ટ કરી હતી. પરંતુ અચાનક તેણે તેની જગ્યાએ ઐશ્વર્યા રાયની પસંદગી કરી.

kareena kapoor sanjay leela bhansali fight over devdas

'દેવદાસ'માં ઐશ્વર્યા નહીં, આ અભિનેત્રીને પોતાની 'પારો' બનાવવા માંગતા હતા સંજય લીલા ભણસાલી, અચાનક કર્યું હતું રિપ્લેસમેન્ટ!

News Continuous Bureau | Mumbai

બી-ટાઉનની બેબો કરીના કપૂર આજે ઇન્ડસ્ટ્રી ની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ આ ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. દરેક દિગ્દર્શક કરીના સાથે કામ કરવા ઉત્સુક છે. પરંતુ એક ફિલ્મમેકર છે જેની સાથે કરીના ક્યારેય કામ કરવા માંગતી ન હતી. તે છે પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા સંજય લીલા ભણસાલી. સંજય લીલા ભણસાલીએ અગાઉ કરીના કપૂરને ફિલ્મ ‘દેવદાસ’ માટે કાસ્ટ કરી હતી. પરંતુ અચાનક તેણે તેની જગ્યાએ ઐશ્વર્યા રાયની પસંદગી કરી. આ બાબતને લઈને કરીના ઘણા વર્ષોથી તેમનાથી નારાજ હતી.

Join Our WhatsApp Community

 

કરીના કપૂરે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની પડી હતી ના 

2002માં એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કરીનાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘હું સંજય લીલા ભણસાલી સાથે ક્યારેય કામ કરીશ નહીં. તેણે મારી સાથે જે કર્યું તે ખોટું હતું. તેઓએ ‘દેવદાસ’ માટે મારો સ્ક્રીન ટેસ્ટ લીધો, મને સાઈનિંગ અમાઉન્ટ પણ આપી અને પછી બીજા કોઈને લીધી, તે ખોટું હતું. તે મને નુકસાન પહોંચાડ્યું કારણ કે તે મારી કારકિર્દીની શરૂઆતમાં હતું. કોઈ વાંધો નથી, કારણ કે જે દિવસે તેણે મને છોડી તે દિવસે મેં ‘યાદેં’ સાઈન કરી હતી. સંજયે મને દુઃખ પહુંચાડયું . મારી પાસે કોઈ કામ ન હોય તો પણ હું તેની સાથે ક્યારેય કામ નહીં કરું.

 

સંજયે ખુલાસો કર્યો

જો કે, જ્યારે સંજય લીલા ભણસાલીને આ વિશે ખબર પડી ત્યારે તેણે મીડિયા હાઉસ સાથે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે કરીના સાથે ‘દેવદાસ’ને લઈને કોઈ સમજૂતી થઈ નથી. સંજયે કહ્યું હતું કે, ‘તે નીતા લુલ્લા સાથે મારા ઘરે આવી હતી અને કહ્યું હતું કે તે મારી સાથે કામ કરવા માંગે છે. મેં તેને કહ્યું કે મેં તારું કામ જોયું નથી અને કાસ્ટ કરતાં પહેલાં મારે તે જોવું પડશે કે તે શું કરી શકે છે. અમે ફોટોશૂટ નક્કી કર્યું. બબીતાજી અને કરિશ્મા કપૂર પણ શૂટ પર આવ્યા હતા, મેં બધાને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ શૂટ એ વાતની પુષ્ટિ કરતું નથી કે હું કરીનાને કાસ્ટ કરીશ. પાછળથી, ફોટા જોયા પછી, મને લાગ્યું કે પારોના રોલ માટે ઐશ્વર્યા રાય પરફેક્ટ છે, અને મને તે જ દેખાવ જોઈતો હતો. પછી કોઈ કંઈ બોલ્યું નહીં અને પછી થોડા દિવસો પછી મેં જોયું કે કરીના મીડિયામાં મારા પર આરોપ લગાવી રહી છે. સાઈનિંગ એમાઉન્ટ અને કોન્ટ્રાક્ટ આપ્યા પછી, મેં પીછેહઠ કરી, જ્યારે આ સાચું નથી.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version