Site icon News Continuous Bureau | Mumbai

Karishma Sharma: ચાલતી ટ્રેનમાંથી કૂદી રાગીણી એમએમએસ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા,ગંભીર રીતે થઇ ઘાયલ, જાણો હાલ કેવી છે તેની તબિયત

Karishma Sharma: રાગિની MMS રિટર્ન' અને 'પ્યાર કા પંચનામા' જેવી ફિલ્મોમાં કામ કરનાર કરિશ્મા શર્મા ગંભીર અકસ્માતનો શિકાર બની છે.

Karishma Sharma Injured After Jumping from Moving Train

Karishma Sharma Injured After Jumping from Moving Train

News Continuous Bureau | Mumbai

Karishma Sharma:  બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા શર્મા ‘રાગિની MMS રિટર્ન’ અને ‘પ્યાર કા પંચનામા’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તાજેતરમાં તે  મુંબઈની લોકલ ટ્રેનમાં એક ગંભીર અકસ્માતનો શિકાર બની. ટ્રેનમાં ચઢતી વખતે ઝડપ વધી ગઈ અને ડરના કારણે તેણે ચાલતી ટ્રેનમાંથી કૂદવાનું નક્કી કર્યું. પરિણામે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ

કરિશ્મા શર્મા ટ્રેન અકસ્માતમાં ઘાયલ

કરિશ્મા શર્મા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને આ દુર્ઘટનાની માહિતી આપી. તેણે જણાવ્યું કે તે ચર્ચગેટ માટે ટ્રેન પકડી રહી હતી અને સાડી પહેરેલી હતી. ટ્રેનમાં ચઢતા જ ઝડપ વધી ગઈ અને તેના મિત્રો ટ્રેન પકડી શક્યા નહીં. ડરના કારણે તેણે કૂદવાનું નક્કી કર્યું અને પીઠના બળ પર પડી ગઈ. જેના કારણે માથામાં અને પીઠમાં ગંભીર ઈજા થઈ.


કરિશ્માની એક મિત્રએ હોસ્પિટલમાંથી તેમની તસવીર શેર કરી છે અને લખ્યું કે “વિશ્વાસ નથી થતો કે કરિશ્મા સાથે આવું થયું છે. તે ટ્રેનમાંથી પડી ગઈ અને તેને કંઈ યાદ નથી. અમે તેને જમીન પર પડેલી હાલતમાં જોયી અને તરત હોસ્પિટલ લઈ ગયા.” હાલ ડોક્ટરો તેની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.કરિશ્મા શર્મા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરો દ્વારા MRI કરવાની સલાહ આપવામાં આવી છે જેથી માથાની ઈજા ગંભીર છે કે નહીં તે જાણી શકાય. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cult Bollywood Song Kshatriya સજનને મળવાની એ બેચેની! જ્યારે બે દિગ્ગજ ગાયિકાઓના સુરોએ રચ્યો હતો ઇતિહાસ, આજે પણ સદાબહાર છે આ ગીત
TV TRP Report ટીવી રેટિંગ્સમાં મોટો આંચકો ‘વસુધા’ સામે ઘૂંટણિયે પડ્યા સુપરહિટ શો, ‘અનુપમા’ અને ‘તુલસી’ ના રેટિંગ્સ ગગડ્યા!
CBFC Zero Cut Certification સેન્સર બોર્ડનો મોટો નિર્ણય, કંગનાની ફિલ્મ સહિત ૩ મૂવીઝને મળ્યું સર્ટિફિકેટ, ફેન્સ ખુશ
Tanu Weds Manu 3 કંગના રનૌત અને આર. માધવનની જોડી હેટ્રિક કરવા તૈયાર, ‘તનુ વેડ્સ મનુ ૩’ કન્ફર્મ!
Exit mobile version