Site icon News Continuous Bureau | Mumbai

Karisma Kapoor Luxury Apartment Rented બોલિવૂડ કવીન કરિશ્મા કપૂર હવે ભાડામાંથી કરશે તગડી કમાણી! મુંબઈનો કરોડોનો ફ્લેટ આપ્યો રેન્ટ પર, જુઓ કેટલી છે કિંમત

Karisma Kapoor Luxury Apartment Rented બાંદ્રા વેસ્ટના પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટ માટે ૨૦ લાખનું સિક્યોરિટી ડિપોઝિટ લેવાયું, અગાઉ પણ લીઝ પર અપાઈ ચૂકી છે પ્રોપર્ટી

Karisma Kapoor Luxury Apartment Rented  બોલિવૂડ કવીન કરિશ્મા કપૂર હવે ભાડામાંથી કરશે તગડી કમાણી! મુંબઈનો કરોડોનો ફ્લેટ આપ્યો રેન્ટ પર, જુઓ કેટલી છે કિંમત

Karisma Kapoor Luxury Apartment Rented બોલિવૂડ કવીન કરિશ્મા કપૂર હવે ભાડામાંથી કરશે તગડી કમાણી! મુંબઈનો કરોડોનો ફ્લેટ આપ્યો રેન્ટ પર, જુઓ કેટલી છે કિંમત

News Continuous Bureau | Mumbai

Karisma Kapoor Luxury Apartment Rented બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) પોતાની એક્ટિંગ કરિયરની સાથેસાથે લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી પ્રોપર્ટીઝને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો અનુસાર, કરિશ્મા કપૂરે મુંબઈમાં આવેલો પોતાનો એક અત્યંત આલીશાન અને મોંઘો ફ્લેટ ભાડે આપી દીધો છે. આ હાઈપ્રોફાઈલ રિયલ એસ્ટેટ ડીલ સત્તાવાર રીતે નવેમ્બર ૨૦૨૫માં રજીસ્ટર કરવામાં આવી હતી, જેના દ્વારા અભિનેત્રી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરશે.

Join Our WhatsApp Channel

Karisma Kapoor Luxury Apartment Rented – બાંદ્રા વેસ્ટના પ્રીમિયમ લોકેશન પરથી દર મહિને મળશે ૫.૫૧ લાખ ભાડું

રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ ના જણાવ્યા અનુસાર, કરિશ્મા કપૂરે મુંબઈના સૌથી પોશ અને પ્રીમિયમ ગણાતા બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં આવેલો પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. આ ડીલ હેઠળ અભિનેત્રીને દર મહિને ૫.૫૧ લાખનું મસમોટું ભાડું મળશે, જે વાર્ષિક ધોરણે આશરે ૬૬.૧૨ લાખ જેટલી કમાણી કરાવશે. બાંદ્રા વેસ્ટ વિસ્તાર બોલિવૂડ સેલિબ્રિટીઝ, બિઝનેસમેન અને હાઈ-પ્રોફાઈલ પ્રોફેશનલ્સ માટે મુંબઈનું સૌથી મનપસંદ રહેણાંક લોકેશન માનવામાં આવે છે.

Karisma Kapoor Luxury Apartment Rented – ૨,૨૦૦ સ્ક્વેર ફૂટનો ફ્લેટ અને ૩ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ

આઈજીઆર (IGR) પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, બાંદ્રા વેસ્ટના હિલ રોડ પર સ્થિત ‘ગ્રાન્ડ બે કોન્ડોમિનિયમ’ (Grand Bay Condominium) માં આવેલી આ રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો કાર્પેટ એરિયા ૨૦૪.૩૮ સ્ક્વેર મીટર એટલે કે આશરે ૨,૨૦૦ સ્ક્વેર ફૂટ જેટલો વિશાળ છે. આ ભાડા કરારમાં ફ્લેટની સાથે ૩ કાર પાર્કિંગ સ્પેસ પણ આપવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન માટે ૧૭,૧૦૦ સ્ટેમ્પ ડ્યુટી અને ૧,૦૦૦ રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે, જ્યારે ટેનન્ટ (ભાડૂઆત) પાસેથી ૨૦ લાખની સિક્યોરિટી ડિપોઝિટ લેવાઈ છે.

Karisma Kapoor Luxury Apartment Rented – અગાઉની લીઝથી થઈ હતી કરોડોની કમાણી, વેબ સિરીઝ ‘બ્રાઉન’ માં દેખાઈ હતી કરિશ્મા

આ પ્રોપર્ટી અગાઉ નવેમ્બર ૨૦૨૩માં પણ બે વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી, જેમાં પ્રથમ વર્ષે ₹૫ લાખ અને બીજા વર્ષે ₹૫.૨૫ લાખ માસિક ભાડું હતું, જેનાથી કુલ ૧.૨૩ કરોડની કમાણી થઈ હતી. કરિશ્મા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ક્રાઈમ-થ્રિલર સિરીઝ ‘બ્રાઉન’ (Brown) માં દમદાર રોલમાં જોવા મળી હતી. જ્યારે મોટા પડદાની વાત કરીએ તો કરિશ્મા છેલ્લે વર્ષ ૨૦૧૨ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

👉 આ સમાચાર વાચો:
TMC MP Mahua Moitra Attacked તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા પર ઈંડા ફેંકાયા, ઓફિસમાં પણ તોડફોડ… ભાજપ પર કર્યો આક્ષેપ

Amitabh Bachchan KBC 18 Monologue KBC 18 ના મંચ પર બદલાયો અમિતાભ બચ્ચનનો અંદાજ આ કારણે ઊભા રહીને મોનોલોગ ન આપી શક્યા
New TV Show On Neem Karoli Baba ‘હનુમાન અંશ’ ના 400 કરોડના ધમાકા બાદ સોની ટીવીનો માસ્ટરસ્ટ્રોક હવે નીમ કરોલી બાબા પર આવી રહ્યો છે નવો શો, ટીઝર આઉટ
Mukesh Khanna On Ramayan ‘રામાયણ’ માં રણબીર કપૂરના લુકથી નારાજ થયા મુકેશ ખન્ના ભારે VFX ના ઉપયોગ સામે પણ ઉઠાવ્યા સવાલ
Drishyam 3 Advance Booking ‘દ્રશ્યમ ૩’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ રિલીઝ અગાઉ જ એડવાન્સ ટિકિટ વેચાણમાં નવો રેકોર્ડ, થિયેટરો હાઉસફુલ
Exit mobile version