Site icon News Continuous Bureau | Mumbai

Kartik Aaryan: પાર્ટી માં સાથે જોવા મળ્યા બાદ સારા અલી ખાન નો પાડોશી બન્યો એક્સ બોયફ્રેન્ડ કાર્તિક આર્યન, એક જ બ્લીડીંગ માં ખરીદી ઓફિસ, જાણો વિગત

Kartik Aaryan: અમિતાભ બચ્ચન, સારા અલી ખાન, અજય દેવગન અને કાજોલ પછી હવે કાર્તિકે મુંબઈમાં પોતાના માટે ઓફિસ સ્પેસ ખરીદી છે. કાર્તિકે લોટસ સિગ્નેચર ટાવરમાં ઓફિસ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.

Kartik Aaryan: actor buy office properties in mumbai andheri actor became neighbour sara ali khan

Kartik Aaryan: પાર્ટી માં સાથે જોવા મળ્યા બાદ સારા અલી ખાન નો પાડોશી બન્યો એક્સ બોયફ્રેન્ડ કાર્તિક આર્યન, એક જ બ્લીડીંગ માં ખરીદી ઓફિસ, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

 Kartik Aaryan: એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. કાર્તિકે બહુ ઓછા સમયમાં માયાનગરીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે. તેની ઘણી ફિલ્મો એક પછી એક હિટ થઈ છે. આવી સ્થિતિમાં હવે કાર્તિકના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અમિતાભ બચ્ચન, સારા અલી ખાન, અજય દેવગન અને કાજોલ પછી હવે કાર્તિકે મુંબઈમાં પોતાના માટે ઓફિસ સ્પેસ ખરીદી છે. કાર્તિકે મુંબઈના ઓશિવારામાં લોટસ સિગ્નેચર ટાવરમાં ઓફિસ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.

Join Our WhatsApp Channel

 

સારા અલી ખાન ની બાજુ માં લીધી કાર્તિક આર્યને ઓફિસ  

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ઓફિસ લોટસ સિગ્નેચર ટાવરના ચોથા માળે છે. કાર્તિકે યુનિટ 403 ખરીદ્યું છે જ્યારે સારા યુનિટ 402 ની માલિક છે. સારાએ થોડા સમય પહેલા આ ઓફિસ ખરીદી હતી. કાર્તિકે આ પ્રોપર્ટી રૂ. 10.9 કરોડમાં ખરીદી હતી, જેના માટે તેણે રૂ. 47.55 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને આ ટાવરના 21મા માળે ચાર યુનિટ અને 12 કાર માટે પાર્કિંગ લીધું છે, જેની કિંમત લગભગ 29 કરોડ રૂપિયા છે. તેમજ, અજય દેવગણે આ જ બિલ્ડિંગમાં 45 કરોડ રૂપિયામાં 5 રહેણાંક ફ્લેટ પણ ખરીદ્યા છે.

કાર્તિક આર્યન નું વર્ક ફ્રન્ટ 

કાર્તિક આર્યનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે આ દિવસોમાં ‘ભૂલ ભૂલૈયા 2’ અને ‘સત્યપ્રેમ કી કથા’ પછી ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક હવે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં જોવા મળશે. આ ફિલ્મ જૂન, 2024 માં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તે ‘કેપ્ટન ઈન્ડિયા’ અને ‘આશિકી 3’માં પણ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને થઇ રોજગાર ની ચિંતા! બિગ બી ને સતાવી રહ્યો છે આ વસ્તુ નો ડર, માંગી મદદ, જાણો શું છે મામલો

Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Exit mobile version