ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવી ચુક્યો છે અને તે ઘણી ફિલ્મો માટે બેક ટુ બેક કામ કરી રહ્યો છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કાર્તિક આર્યન ટૂંક સમયમાં ડિરેક્ટર સમીર વિદ્વાંસની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. જણાવી દઈએ કે અગાઉ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' માટે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે. ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' 20 મે, 2022ના રોજ રિલીઝ થવાની છે.
એક મીડિયા હાઉસ ને એક સૂત્ર એ જણાવ્યું છે કે આ અનટાઈટલ્ડ ફિલ્મ માર્ચમાં ફ્લોર પર જઈ શકે છે. સૂત્રએ જણાવ્યું છે કે અગાઉ આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું હતું પરંતુ કોરોનાની ત્રીજી લહેર ને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.કાર્તિક આર્યન હાલમાં દિગ્દર્શક રોહિત ધવનની ફિલ્મ 'શહેજાદા' સહિત તેના બાકી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરી રહ્યો છે. તેમજ, કિયારા અડવાણી બ્રાન્ડના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ટૂંક સમયમાં તેમની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'નું પ્રમોશન શરૂ કરશે અને તે પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.નોંધનીય છે કે ગયા વર્ષે સમીર વિદ્વાંસે 'સત્યનારાયણ કી કથા' નામની ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મની જાહેરાત પછી, નિર્માતાઓએ શીર્ષક બદલવાનું નક્કી કર્યું કારણ કે કેટલાક લોકોને લાગ્યું કે તેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું નથી. હાલમાં, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં થવાના અહેવાલ છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની મુનમુન દત્તાએ ધરપકડની અફવાઓ પર આપી સ્પષ્ટતા, કહી આ વાત; જાણો વિગત
કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે સમીર વિદ્વાંસની ફિલ્મ સિવાય 'ભૂલ ભુલૈયા 2', 'ફ્રેડી' અને 'શહેજાદા'માં જોવા મળશે. તેમજ , કિયારા અડવાણી આ ફિલ્મ સાથે 'ગોવિંદા નામ મેરા', 'જુગ જુગ જિયો' અને 'RC 15' જેવી ફિલ્મો કરી રહી છે. તમને જણાવી દઈએ કે 'ગોવિંદા નામ મેરા' 10 જૂન, 2022ના રોજ અને 'જુગ જુગ જિયો' 24 જૂન, 2022ના રોજ રિલીઝ થશે.
