પશ્મિના રોશન બાદ આ મિસ્ટ્રી ગર્લ સાથે જોડાઈ રહ્યું છે કાર્તિક આર્યનનું નામ, સાથે મનાવી રહ્યા છે વેકેશન

કાર્તિક આર્યન હાલ લંડન માં વેકેશન મનાવી રહ્યો છે. પરંતુ તે લન્ડન માં એકલો નથી તેની સાથે કોઈ છે જેની સાથે તેને નવા વર્ષ ની ઉજવણી કરી છે.

પશ્મિના રોશન બાદ આ મિસ્ટ્રી ગર્લ સાથે જોડાઈ રહ્યું છે કાર્તિક આર્યનનું નામ, સાથે મનાવી રહ્યા છે વેકેશન

News Continuous Bureau | Mumbai

 આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સ વેકેશન પર જઈને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. તેમની વચ્ચે કેટલાક એવા કપલ છે જે નવા વર્ષની ઉજવણી ગુપ્ત રીતે કરી રહ્યા છે, પરંતુ લાઇમલાઇટની આ દુનિયામાં લાંબા સમય સુધી કોઈ રહસ્ય છુપાવી શકાતું નથી. આવું જ કંઈક બોલિવૂડના ક્યૂટ એક્ટર કહેવાતા કાર્તિક આર્યન ( kartik aaryan ) સાથે થયું છે. અભિનેતા નવા વર્ષની ( new year ) ઉજવણી ( celebrates  ) કરવા માટે લંડન પહોંચ્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ત્યાં એકલો નથી.

Join Our WhatsApp Community

કાર્તિક આર્યન મનાવી રહ્યો છે વેકેશન

તાજેતરમાં, કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ચાહકોને એક સંકેત આપ્યો હતો કે તે એકલો નથી પરંતુ કોઈની સાથે વેકેશન પર ગયો છે. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન પણ આ સમયે લંડનમાં છે. બંનેએ એકસાથે ઘણી તસવીરો પણ શેર કરી હતી, જેમાં લોકેશન પણ એક જ હતું. બ્રેકઅપ પછી પણ બંને સાથે જોવા મળતાં ચાહકો ખૂબ જ ખુશ છે, પરંતુ તમને જણાવી દઈએ કે કાર્તિક લંડનમાં સારા સાથે નહીં, પરંતુ નિહારિકા ઠાકુર ( niharika thakur ) સાથે છે.કાર્તિકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી, જેના કેપ્શનમાં તેણે લખ્યું- ‘મારા માટે માત્ર બ્લેક ટી છે.’ કાર્તિકની આ તસવીર લંડનના ક્લેરિજની છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પછી નિહારિકા ઠાકુરે પણ એક ફોટો પોસ્ટ કર્યો અને લોકેશનમાં ક્લેરિજ લખ્યું. હવે લંડનમાં અને તે જ જગ્યાએ કાર્તિક અને નિહારિકાની આ જ તસવીર અન્ય કેટલાક ઈશારા કરી રહી છે.

 

આ સમાચાર પણ વાંચો :  શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી ફરી આવી ચર્ચામાં, આ કેસમાં ફસાવવાથી અભિનેત્રી થઇ ગુસ્સે

કોણ છે નિહારિકા ઠાકુર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિહારિકા ઠાકુર પ્રતિક કુહાડની એક્સ ગર્લફ્રેન્ડ છે. પ્રતિક અને નિહારિકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રતીકે તેના બ્રેકઅપ વિશે વાત કરી અને કહ્યું કે તે સંપૂર્ણપણે સિંગલ છે. નિહારિકા વ્યવસાયે ડોક્ટર છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે નિહારિકા અને કાર્તિક એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version