Site icon News Continuous Bureau | Mumbai

કાર્તિક આર્યન બન્યો શાહિદ કપૂરનો ભાડુઆત, દર મહિને ચૂકવશે અધધ આટલા લાખ રૂપિયા

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યેને મુંબઈના જુહુ વિસ્તારમાં એક ઘર ભાડે લીધું છે. કાર્તિક આર્યન આ ઘર માટે એટલું ભાડું ચૂકવશે, જે તમારા મનને ચકરાવે ચઢાવી દેશે.

kartik aaryan rented shahid kapoor house in juhu

કાર્તિક આર્યન બન્યો શાહિદ કપૂરનો ભાડુઆત, દર મહિને ચૂકવશે અધધ આટલા લાખ રૂપિયા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં કાર્તિક આર્યન ( kartik aaryan ) નું નામ ચર્ચામાં છે. ક્યારેક તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. કાર્તિક આર્યન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણા સમયથી ભાડાનું ઘર શોધી રહ્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ( juhu ) ભાડાનું ઘર મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિક આર્યન એ ( shahid kapoor ) શાહિદ કપૂરનું ઘર ભાડે લીધું છે.

Join Our WhatsApp Channel

શાહિદ કપૂરનો ભાડુઆત બન્યો કાર્તિક આર્યન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન મુંબઈમાં પોતાના માટે ઘર શોધી રહ્યો હતો. હવે તેને શાહિદ કપૂરનું ઘર પસંદ આવ્યું છે અને તેણે આ ઘર ભાડે લીધું છે. કાર્તિક આર્યન એ આ ઘર 3 વર્ષ માટે ભાડા પર લીધું છે, જેના માટે તેણે 45 લાખ રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરાવ્યા છે. કાર્તિક આર્યન દર મહિને 7.5 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. ભાડા કરાર મુજબ દર વર્ષે ભાડું વધશે અને આ રીતે ભાડુઆતે બીજા વર્ષે રૂ. 8.2 લાખ અને ત્રીજા વર્ષે રૂ. 8.58 લાખ ચૂકવવા પડશે. કાર્તિક આર્યન એ શાહિદ કપૂર પાસેથી જે ઘર ભાડે લીધું છે તે 3681 ચોરસ ફૂટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને તેમાં બે કાર પાર્કિંગ પણ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિક આર્યનની માતા માલા તિવારી અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ભાડા કરારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.

આ સમાચાર પણ વાંચો: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આજે અંબાણી નિવાસમાં પરિવાર, મિત્રો અને આદરણીય પરંપરાઓ વચ્ચે ઔપચારિક રીતે સગાઈ કરી લીધી. જુઓ ખુબસુરત ફોટોગ્રાફ…

 કાર્તિક આર્યનની આગામી ફિલ્મ

કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે અલાયા એફ સાથે ફિલ્મ ‘ફ્રેડી’માં જોવા મળ્યો હતો. વર્ષ 2022માં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે કાર્તિક આર્યન ફિલ્મ ‘શહજાદા’, ‘સત્યપ્રેમ કી કથા’, ‘આશિકી 3’ અને ‘કેપ્ટન ઈન્ડિયા’ માં કામ કરતો જોવા મળશે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version