Site icon News Continuous Bureau | Mumbai

શું હવે અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપુરમલો’ હવે હિન્દીમાં રિલીઝ નહીં થાય? કારણ બન્યા કાર્તિક આર્યનની આ ફિલ્મ ના નિર્માતા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પાઃ ધ રાઈઝ' એ હિન્દી બેલ્ટમાં લોકોના દિલ જીતવાની સાથે સાથે ઘણી કમાણી પણ કરી છે. આ સફળતાથી ખુશ, સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની બીજી હિટ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે.તે જ સમયે, ફિલ્મના નિર્માતા અને અલ્લુ અર્જુનના પિતા બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન સાથે તેની હિન્દી રિમેકનું શૂટિંગ કરી રહ્યા છે. તે નથી ઇચ્છતા  કે 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ડબ વર્ઝન કોઈ પણ સંજોગોમાં રિલીઝ થાય. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતા અલ્લુ અરવિંદ સાઉથ સુપરસ્ટાર ના હિન્દી ડબને રોકવા મુંબઈ પહોંચ્યા છે!

વાસ્તવ માં , અલ્લુ અરવિંદ (અલ્લુ અર્જુનના પિતા) પણ 'શહજાદા'ના નિર્માતા છે, જે 'અલા વૈકુંઠપુરમલો'ની હિન્દી રિમેક છે. 'શહજાદા'માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન પણ છે. એક મીડિયા હાઉસ અનુસાર , કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ શહઝાદા 'અલા વૈકુંઠપુરમલો'ની સત્તાવાર હિન્દી રિમેક છે.જેને ભૂષણ કુમાર અને અમન ગિલ સાથે અલ્લુ અરવિંદે પ્રોડ્યુસ કર્યો છે. આવી સ્થિતિમાં અલ્લુ અરવિંદ વિચારી રહ્યા છે કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં દર્શકો સામે આવશે તો દર્શકો આ વર્ષે રિલીઝ થનારી તેની ફિલ્મ શહજાદા જોવા માટે સિનેમા હોલમાં નહીં જાય. એટલા માટે તેઓ કોઈપણ કિંમતે ડબ કરેલ વર્ઝનને રોકવા માંગે છે.

સારા અલી ખાન અને વિકી કૌશલની ફિલ્મ 'લુકા છુપી 2'ના શૂટિંગ દરમિયાન થયો હંગામો, ચોંકાવનારું કારણ આવ્યું સામે; જાણો વિગત

મીડિયા માં પ્રકાશિત થયેલા એહવાલ  અનુસાર, મનીષ ગિરીશ શાહ 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી ડબ વર્ઝનના અધિકારો ધરાવે છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું- 'હા, અમે 26 જાન્યુઆરીએ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ડબ વર્ઝન રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે શાહ પાસે હિન્દી વર્ઝન 'શહજાદા'ના રાઇટ્સ પણ છે. અને બંને તેને અલ્લુ અરવિંદે વેચી દીધા છે.તમને જણાવી દઈએ કે, અગાઉ એવી ખબર આવી હતી કે બોલિવૂડમાં 'અલા વૈકુંઠપુરમલો'નું ડબ વર્ઝન રિલીઝ થયા બાદ તેની હિન્દી રિમેક 'શહજાદા' પર મોટી ખરાબ અસર પડશે.હવે જોવું એ રહ્યું કે શું અલ્લુ અર્જુન ની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો' નું હિન્દી વર્ઝન રિલીઝ થશે કે નહિ.

Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Exit mobile version