News Continuous Bureau | Mumbai
Kartik aryan: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની લવ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. શરૂઆતમાં સારા અલી ખાન નું નામ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાય હતું. ત્યારબાદ સારા નું નામ કાર્તિક આર્યન સાથે પણ જોડાયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર બન્ને એકબીજા ને ડેટ પણ કરતા હતા. ત્યારબાદ બન્નેનું બ્રેકઅપ થઇ ગયું હતું. તાજેતરમાં સારા અલી ખાને ‘કોફી વિથ કરણ’ની સીઝન 8ના ત્રીજા એપિસોડમાં તેના બ્રેકઅપ વિશે વાત કરી હતી તેને કહ્યું હતું કે તે હંમેશા એટલું સરળ નથી હોતું. આ એપિસોડ સામે આવ્યા બાદ કાર્તિક આર્યન સારા અલી ખાનના ઘરે દિવાળી પાર્ટી માં હાજરી આપવા પહોંચ્યો હતો.
સારા અલી ખાન ની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો કાર્તિક આર્યન
મનીષ મલ્હોત્રા અને રમેશ તૌરાની બાદ હવે સારા અલી ખાને પોતાના ઘરે દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ ના અનેક સ્ટાર્સ પાર્ટીમાં હાજરી આપવા સારા ના ઘરે પહોંચ્યા હતા. જેમાં સૌથી વધુ જો કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતો કાર્તિક આર્યન.સારા અલી ખાન અને કાર્તિક આર્યન ના બ્રેકઅપ બાદ અભિનેતા પહેલીવાર સારા અલી ખાન ના ઘરે પહોંચ્યો હતો. આ પાર્ટીમાં કાર્તિક પીળા કુર્તા માં જોવા મળ્યો હતો.
‘કોફી વિથ કરણ’ 8 ના ત્રીજા એપિસોડ માં કરણ જોહરના સવાલનો જવાબ આપતા સારા અલી ખાને કાર્તિકના ઉલ્લેખ પર કહ્યું હતું કે બ્રેકઅપ પછી પણ પાર્ટીઓમાં એકબીજાને મળવું એ સરળ નથી, પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કોઈના માટે એક જ છે. લાંબા સમય સુધી ન તો મિત્ર કે દુશ્મન નથી. આ એપિસોડ દરમિયાન, એ પણ ખુલાસો થયો હતો કે, સારા અલી ખાન ને અનન્યા પાંડે બન્ને કાર્તિક આર્યન ને ડેટ કરતા હતા
આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી