Site icon News Continuous Bureau | Mumbai

શું રણવીર સિંહ અને રણબીર કપૂર પહેલી વાર ‘પ્યાર કા પંચનામા 3’ માં સાથે જોવા મળશે? કાર્તિક આર્યને આપ્યો આ જવાબ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

કાર્તિક આર્યનની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામાના ત્રીજા ભાગની તૈયારીઓ ચાલી રહી છે. હવે કાર્તિક આર્યને કહ્યું કે તે ફિલ્મમાં રણવીર સિંહ અને રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે.

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ધમાકાના ટ્રેલર લોન્ચ દરમિયાન અભિનેતાને પૂછવામાં આવ્યું, 'શું ફિલ્મ પ્યાર કા પંચનામાપાઇપલાઇનમાં છે? આ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હશે? ખૂબ વિચાર કર્યા પછી, પ્રશ્નનો જવાબ આપતા કાર્તિક આર્યને કહ્યું, 'હું અને રણબીર કપૂર એક સાથે ફૂટબોલ રમીએ છીએ. રણવીર સિંહ પણ ફૂટબોલ મેચમાં આવે છે. જો હું આ બંને સાથે જોડાઈ શકું તો હું ખૂબ ખુશ થઈશ. આ એક સારો વિચાર છે’.

કાર્તિક આર્યન આગળ કહે છે, 'સાચું કહું તો આ માટે તમારે લવ સર (ડિરેક્ટર લવ રંજન) ને પૂછવું પડશે. તે યોગ્ય વ્યક્તિ છે જે તમને ફિલ્મ વિશે કહી શકે છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર શમશેરાઅને બ્રહ્માસ્ત્રફિલ્મોમાં જોવા મળશે. તેમજ, રણવીર સિંહ ફિલ્મ ‘83’, ‘જયેશભાઈ જોરદાર’, રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસઅને કરણ જોહરની ફિલ્મ રોકી રાની કી લવ સ્ટોરીમાં જોવા મળશે.

અભિષેક બચ્ચન અને અમિત સાધ અભિનિત 'બ્રીધ – ઈન્ટુ ધ શેડોઝ'ની નવી સિઝનની જાહેરાત; જાણો ક્યારે થશે રિલીઝ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ છે. કાર્તિક આર્યન ટૂંક સમયમાં ફિલ્મ ધમાકામાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ સિવાય કાર્તિક આર્યન ભૂલભુલૈયા 2’ માં પણ જોવા મળશે. કાર્તિક ઉપરાંત આ ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ છે. સાથે જ કાર્તિક શશાંક ઘોષની ફ્રેડીઅને કેપ્ટન ઇન્ડિયામાં પણ જોવા મળશે.

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version