Site icon

લગ્ન પછી વિકી કૌશલ-કેટરિના કૈફે આ શાનદાર પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ- શાહરૂખ ખાન-ગૌરી ખાનની લીગમાં થશે સામેલ

 News Continuous Bureau | Mumbai 

વિકી કૌશલ અને કેટરીના કૈફ (Vicky Kaushal-Katrina Kaif)તેમના લગ્ન પછીથી સતત ચર્ચામાં છે. જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે ચાહકોનું દિલ ખુશ થઈ જાય છે. ચાહકોની ઉત્તેજના વધારતા અમે તેમના માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ, જેને જાણીને ચાહકો દંગ રહી જશે. વાસ્તવમાં આ ફિલ્મ નથી જેમાં બંને સાથે જોવા મળશે પરંતુ આ એક જાહેરાત(advertisement) છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં ડિડેકોરની(D’Decor) એડમાં જોવા મળશે. આ એ જ કંપની છે જેની એડ શાહરૂખ ખાન અને ગૌરીએ સાથે કરી છે. (Shahrukh Khan Gauri Khan)જો કે વિકી કેટરિના તેની જગ્યા નથી લઇ રહ્યા.

Join Our WhatsApp Community

એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલ ને જણાવ્યું હતું કે, "બોલીવુડના પાવર કપલ વિકી અને કેટરિના ટૂંક સમયમાં (D'Decor)જાહેરાતમાં જોવા મળી શકે છે. હા! પરંતુ, તેઓ કિંગ અને ક્વીન શાહરૂખ ખાન અને ગૌરી ખાનને બદલી (Shahrukh Gauri replace)રહ્યા નથી, પરંતુ એક નવો સેગમેન્ટ (new segment)હશે જેને આ દંપતી સમર્થન આપશે. બ્રાંડે (Brand)વિકી અને કેટરિનાનો સહયોગ માટે સંપર્ક કર્યો છે અને તેઓએ તેના માટે સંભવતઃ મંજૂરી આપી દીધી છે."સૂત્ર એ  વધુમાં ઉમેર્યું હતું કે, “વિકી અને કેટરિના બોલિવૂડનું યુવા અને વાઇબ્રેન્ટ (vibrant couple)કપલ છે. અને ચાહકો તેમને સાથે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને દંપતીએ પણ વિચાર્યું કે આ તેમના માટે પણ પરફેક્ટ ડેબ્યૂ હશે. બ્રાન્ડ એક નવું કલેક્શન લોન્ચ (new collection launch)કરશે જે યુવા પ્રેક્ષકોને આકર્ષિત કરશે અને તેથી વિક-કેટ એક યોગ્ય પસંદગી છે. આ જોડીના માર્ગમાં ઘણી બધી ફિલ્મો અને વેબ સિરીઝ આવી છે પરંતુ તેમને એક પણ પસંદ નથી આવી અને તેઓ કંઈક સારું કરવાની યોજના બનાવી રહ્યા છે પરંતુ હાલમાં કંઈ નક્કર નથી. પરંતુ આ સમર્થને તેમનું હકારાત્મક ધ્યાન ખેંચ્યું છે. આખી પ્રોડક્શન ટીમ જાહેરાતની તૈયારી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને માત્ર તેમની અંતિમ હાની રાહ જોઈ રહી છે.”

આ સમાચાર પણ વાંચો : ભૂલ ભુલૈયા 2 પછી હાઉસફુલ માં અક્ષય કુમારની જગ્યા લેશે કાર્તિક આર્યન-આ સમાચાર પર અભિનેતાએ આપ્યો મજેદાર જવાબ

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બર 2021માં સવાઈ માધોપુર(Sawai Madhopur) માં થયા હતા. બંનેના આ લગ્ન ખૂબ જ ખાનગી હતા. દંપતીએ પરિવાર અને મિત્રો વચ્ચે સાત ફેરા લીધા. તેમને પોતાના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી, જે સોશિયલ મીડિયા (social media)પર ખૂબ વાયરલ થઈ હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version