News Continuous Bureau | Mumbai
‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી ( KBC 14 ) સીઝન ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) દર વખતે કંઈક ખાસ કરીને એપિસોડને રસપ્રદ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. આ માટે ઘણી વખત તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરે છે, જેથી દર્શકોનું મનોરંજન થઈ શકે. તાજેતરમાં, અમિતાભ બચ્ચન સેટ પર કંઈક આવું જ કરતા જોવા મળ્યા હતા અને તેમણે એક સ્પર્ધકને લગ્ન જીવન ( mens wives ) વધુ સારી રીતે ચાલી શકે તે માટે કેટલીક સલાહ ( advice ) આપી હતી.
હાલમાં જ સ્પર્ધક બિરેન અમિતાભની સામે હોટ સીટ પર બેઠેલો હતો. બિરેન વાલા અમિતાભને કહે છે કે તેણે તેની પત્ની સાથે એક શરત કરી હતી. બીરેન કહે છે કે તેણે તેની પત્ની સાથે શરત લગાવી છે કે જો તે અમિતાભ બચ્ચનની ( amitabh bachchan ) સામે હોટ સીટ પર બેસી શકશે તો તેની પત્ની ( wives ) તેના પસંદ ની શાકભાજી બનાવશે અને જો તેમ નહીં થાય તો તેની પત્ની જે ઈચ્છે તે ખાશે. હવે બીરેને આ શરત જીતી લીધી છે.એટલે બીરેન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. આ દરમિયાન અમિતાભે બીરેનને એક સલાહ ( advice ) આપી અને કહ્યું, ‘જુઓ સાહેબ, પત્નીને લઈને બહુ ઉતાર-ચઢાવ ન હોવા જોઈએ. તે જે પણ કહે તે ચૂપચાપ સ્વીકારી લેવું જોઈએ. તે જ સમયે, આ શો દરમિયાન બીરેન ત્રણ લાખ 20 હજારની રકમ જીતવામાં પણ સફળ થાય છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન બીરેને અમિતાભને KBCનો એક વીડિયો પણ બતાવ્યો હતો. આ વીડિયો ગયા વર્ષનો હતો. જ્યારે અમિતાભ ની પત્ની જયા બચ્ચન અને પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી પણ સેટ પર આવ્યા હતા. આ જોઈને અમિતાભ બીરેન ને સલાહ આપે છે કે તે પોતાની પત્નીની વાત શાંતિથી સાંભળે. બિગ બીની વાત સાંભળીને શોમાં બેઠેલા દર્શકો જોરથી હસે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..
અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) કહે છે કે ‘તમને રીંગણ,ભીંડા કે બટાકા ન મળે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો માટે શું યોગ્ય છે. કારણ કે મહિલાઓ ( wives ) બાળકોના હિસાબે ભોજન બનાવે છે અને પતિએ શાંતિથી ખાઈ લેવું જોઈએ. અને મહિલાઓ જાણે છે કે તેના પરિવાર માટે શું યોગ્ય છે. હવે જોવાનું એ રહેશે કે અમિતાભની સલાહ બીરેન અને તેના લગ્ન જીવન પર કેવી અસર કરે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આવી ખાટી-મીઠી વાતો શો માં ચાર ચાંદ લગાવે છે.
