Site icon News Continuous Bureau | Mumbai

કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શોના નિયમોમાં થયા ફેરફાર- હવે વિનર્સને મળશે પ્રાઈઝ મની સાથે કાર- તો આ લાઈફલાઈન હટાવાઈ

News Continuous Bureau | Mumbai

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ફેમસ ગેમ શો કૌન બનેગા કરોડપતિ ફરી એક વખત ઓડિયન્સને એન્ટરટેઇન કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

શોમાં આ વખતે પૈસાની સાથે ગિફ્ટમાં નવી કાર પણ મળશે. બિગ બીએ શોના બદલાયેલા ફોર્મેટ વિશે જણાવતા કહ્યું, આ વખતે જે કન્ટેસ્ટન્ટ્‌સ એક કરોડની પ્રાઈઝ મની જીતશે, તો તેમને તેની સાથે એક કાર પણ મળશે. સાડા સાત કરોડ જીતનાર કન્ટેસ્ટન્ટને પણ એક નવી કાર મળશે. જાે કે ૧ કરોડ અને ૭.૫ કરોડની પ્રાઈઝ મની જીતનાર કન્ટેસ્ટન્ટ્‌સને જે ગાડી મળશે જે અલગ વેરિઅન્ટ અને વર્ઝનની હશે. 

 આ સમાચાર પણ વાંચો : આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

અત્યાર સુધીની સિઝનમાં કરોડપતિ વિનર્સને માત્ર ઈનામની રકમ જ મળતી હતી. શોમાં આ વખતે પ્રાઈઝ મનીની સાથે ગિફ્ટ આપવાનો નિયમ જોડવામાં આવ્યો છે, તેમજ એક લાઈફલાઈન 'આસ્ક ધ એક્સપર્ટ' હટાવી દેવામાં આવી છે. કેબીસી ૧૪માં હવે માત્ર ત્રણ લાઈફલાઈન જ છે. શોના લોન્ચ સમયે જ તેમાં ત્રણ લાઈફલાઈન હતી, ચોથી લાઈફલાઈન 'આસ્ક ધ એક્સપર્ટ' શોની ચોથી સિઝનમાં જાેડવામાં આવી હતી.  કેબીસીની ૧૪મી સિઝન ૭ ઓગસ્ટથી ઓન એર થઈ ચૂકી છે. 

૨૦૧૩માં ૭મી સિઝન પછી શોની વિનિંગ પ્રાઈઝ ૭ કરોડ રૂપિયા હતી. જાે કે, આ વખતે પ્રાઈઝ મની ૭ કરોડ રૂપિયા વધારીને ૭.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ગેમ શોમાં એક નવો પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શોના મેકર્સે તેનો પ્રોમો શેર કરી આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. તે સિવાય જે દર્શકો ઘરેબેઠા જાેઈ રહ્યા છે તેમના માટે દર શુક્રવારે 'પ્લે અલોન્ગ'નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : તારક મહેતા-શો ના નિર્માતા આસિત કુમાર મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા- જુઓ ફોટોગ્રાફ 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version