Site icon News Continuous Bureau | Mumbai

KBC 17: અમિતાભ બચ્ચન એ કેમ છોડ્યું હતું રાજકારણ? બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’ ના એપિસોડમાં અમિતાભ બચ્ચન એ પોતાના રાજકીય જીવન વિશે ખુલાસો કર્યો, કહ્યું – “મારા માટે એ સમય ખૂબ જ શીખવણભર્યો રહ્યો”

KBC 17 Amitabh Bachchan Reveals Why He Quit Politics: “It Was Too Difficult”

KBC 17 Amitabh Bachchan Reveals Why He Quit Politics: “It Was Too Difficult”

News Continuous Bureau | Mumbai

 KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’  ના તાજેતરના એપિસોડમાં અમિતાભ બચ્ચન  એ પોતાના રાજકીય જીવન વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશ એ એક ભાવનાત્મક નિર્ણય હતો, પણ થોડા સમય પછી તેમને સમજાયું કે એ ક્ષેત્ર ખૂબ જ મુશ્કેલ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી

“મારા માટે એ કામ ખૂબ જ મુશ્કેલ હતું”

અમિતાભ બચ્ચને કહ્યું, “મારું જન્મસ્થળ પ્રયાગરાજ (અલ્હાબાદ) છે, ત્યાંના લોકો મને ખૂબ પ્રેમ કરે છે. મેં ચૂંટણી જીતી પણ જ્યારે મેં ત્યાં થોડો સમય વિતાવ્યો, ત્યારે મને સમજાયું કે રાજકારણ એ બહુ જ મુશ્કેલ કામ છે. દરેક દિશાની વાત સાંભળવી પડે, દરેક પક્ષને સમજવું પડે – એ બધું મારા માટે મુશ્કેલ હતું.”અમિતાભે કહ્યું કે રાજકારણના બે વર્ષમાં તેમને ભારતના ગામડાંની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવાની તક મળી. “એ સમય મારા માટે ખૂબ જ કિંમતી રહ્યો. મને ખબર પડી કે લોકો કેવી રીતે જીવે છે, શું કરે છે. તેઓ કેટલી ઇજ્જત આપે છે.”


1984માં ઇન્દિરા ગાંધી ની હત્યા પછી અમિતાભ બચ્ચન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) સાથે જોડાયા હતા. તેમણે અલ્હાબાદ થી લોકસભાની ચૂંટણી લડી અને 10 લાખથી વધુ મતોથી જીત મેળવી. પણ 1987માં એક વિવાદમાં નામ આવતાં તેમણે રાજકારણ છોડવાનું નક્કી કર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version