Site icon

‘તારક મહેતા’ ની 21 લોકોની ટીમ પહોંચી ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં, જેઠાલાલના શબ્દો સાંભળીને બિગ બીના મોઢામાંથી નીકળ્યા આ શબ્દો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ 13' દર શુક્રવારે સ્ટાર્સ સાથે ઉજવવામાં આવે છે. સેલિબ્રિટીઓ શોમાં આવે છે અને અમિતાભ બચ્ચન સાથે રમતો રમે છે, અને  તેમની સાથે ખૂબ મજા અને મજાક પણ કરે છે. આ અઠવાડિયે શોના 'શાનદાર શુક્રવાર ' માં પણ કંઈક આવું જ થવાનું છે. પરંતુ ખાસ વાત એ છે કે આ અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ અમિતાભ બચ્ચનના શોમાં આવશે, જેઓ ગેમ્સ રમવા સિવાય અમિતાભ બચ્ચન સાથે ડાન્સ અને મજાક કરશે.

'કૌન બનેગા કરોડપતિ 13'ને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેઠાલાલ અને બાપુજીની સાથે માધવી અને ભીડે, રોશન, કોમલ ભાભી, પોપટલાલ અને આખી ટપ્પુ સેના બિગ બી ના  શોમાં પ્રવેશ કરતી વખતે દેખાઈ રહી છે. . અમિતાભ બચ્ચન પણ ટીમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમને કહે છે, 'સીટ માત્ર બે છે, પરંતુ તમે લોકો 21 લોકો છો.'

અમિતાભ બચ્ચનની આ વાત પર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પણ જબરદસ્ત પ્રતિક્રિયા આપી હતી. જેઠાલાલે કહ્યું, 'તેમાંના બે જણ ઉપર બેસશે, બાકીના નીચે પંગત માં બેસી જશે .' અમિતાભ બચ્ચન સાથેની ટીમની મસ્તી અને ખેલ અહીં જ અટક્યો ન હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પોપટલાલે અમિતાભ બચ્ચન ને તેના  લગ્ન કરાવવા  માટે પણ વિનંતી કરી હતી.અમિતાભ બચ્ચન ને  લગ્ન વિશે વાત કરતાં પોપટલાલે લખ્યું, 'સર, તમે મારા લગ્ન કરાવી શકો છો. હું ફર્સ્ટ ક્લાસ લોટ બાંધું  છું અને લૉકડાઉનમાં કચરા – પોતા પણ  કરી શકું છું. પોપટલાલની વાત સાંભળીને બિગ બી હસવા લાગ્યા અને બોલ્યા, 'શાબાશ'. આ શોમાં અમિતાભ બચ્ચન સાથે જેઠાલાલ અને બાપુજી પણ રમતા હતા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ એપિસોડે યુટ્યુબ પર મચાવી ધૂમ, ટોપ 10 વીડિયોમાં થયો સામેલ, જુઓ વીડિયો, જાણો વિગત

દર વખતની જેમ, અમિતાભ બચ્ચન રમતો વચ્ચે વિરામ લેવા માંગતા હતા અને કહ્યું, 'નાના વિરામનો સમય આવી ગયો છે.' તેની વાત પર જેઠાલાલ ઝડપથી જઈને ખાવા-પીવાનું લઈ આવ્યા. આ સિવાય જેઠાલાલે બિગ બીની સામે કહ્યું, 'એક ગરબા તો બનતા  હી હૈ'. આ પછી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમે અમિતાભ બચ્ચનના શોમાં જોરદાર ગરબા રમ્યા હતા.

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version