Site icon

Kedarnath Proposal Viral Video 11700 ફૂટની ઉંચાઈ પર પ્રેમનો ઈઝહાર.. કેદારનાથ મંદિરની સામે યુવતીએ તેના બોયફ્રેન્ડને ફિલ્મી રીતે પ્રપોઝ કર્યું, જુઓ વાયરલ વીડિયો

મંદિર પરિસરમાં ઉભેલી એક યુવતી તેના બોયફ્રેન્ડને ફિલ્મી રીતે કર્યું પ્રપોઝ.

News Continuous Bureau | Mumbai

Kedarnath Proposal Viral Video : હાલ ઉત્તરાખંડમાં ભગવાન કેદારનાથની યાત્રા ચાલી રહી છે. ત્યારે દૂર-દૂરથી ભક્તો ઇષ્ટદેવના દર્શન કરવા માટે કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. આ દરમિયાન કેદારનાથ મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચામાં આવ્યો છે. જેમાં મંદિર પરિસરમાં ઉભેલી એક યુવતી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. જેને લઈને હવે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

આ વીડિયો લગભગ બે દિવસ જૂનો હોવાનું કહેવાય છે, જેમાં યુવતી પોતાના પ્રેમી સાથે મંદિર પરિસરમાં ઉભી છે. બંનેએ પીળા રંગના કપડાં પહેર્યા છે. દરમિયાન યુવતી કોઇને ઇશારો કરીને વીંટી માગે છે. ત્યાર બાદ યુવતી ઘૂંટણીએ બેસીને યુવકની આંગળીમાં વીંટી પહેરાવે છે. પછી બંને એક બીજાના ગળે મળે છે.

આ સમાચાર પણ વાંચો:  Ranveer singh : આલિયા ભટ્ટ રીલ બનાવે અને રણવીર સિંહ રહી જાય! અભિનેતા એ તુમ ક્યા મિલે ગીત પર બનાવી ફની રીલ, વિડીયો જોઈ તમને પણ આવશે હસું

વીડિયોને મળી મિશ્ર પ્રતિક્રિયા

આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો પ્રેમની અભિવ્યક્તિને ખૂબ જ સુંદર ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો ધાર્મિક સ્થળોમાં આવા કૃત્યોની નિંદા કરી રહ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે ધાર્મિક સ્થળની એક ગરિમા, માન્યતાઓ અને પરંપરાઓ છે અને ભક્તોએ તે પ્રમાણે વર્તવું જોઈએ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

તેમણે કહ્યું કે સમિતિનું કામ મંદિરનું સંચાલન અને તેની અંદરની વ્યવસ્થા જોવા પૂરતું જ સીમિત છે અને વીડિયો મંદિરની બહારનો છે. જોકે, તેમણે કહ્યું કે તે આ વીડિયો અંગે કાનૂની અભિપ્રાય લેશે. હાલમાં જ કેદારનાથ મંદિરના ગર્ભગૃહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મહિલા પૂજારીઓની હાજરીમાં ચલણી નોટો ઉડાડતી જોવા મળી હતી.

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version