News Continuous Bureau | Mumbai
Khichdi 2 : જ્યારે પ્રખ્યાત સિટકોમ ખીચડી ટીવી પર પ્રસારિત થતી હતી, ત્યારે દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. આ ટીવી સિરિયલ ખીચડી થી પ્રેરિત ફિલ્મ ‘ખીચડી’ લોકોને ખૂબ પસંદ આવી હતી. 2010માં આવેલી ફિલ્મ ના 13 વર્ષ બાદ ફિલ્મ ‘ખીચડી 2’ આવી રહી છે. આ ફિલ્મ સાથે પ્રફુલની હંસા ફરી એક વાર ધમાકેદાર વાપસી કરી રહી છે. ફિલ્મ ‘ખીચડી 2’ આ વર્ષે દિવાળી દરમિયાન દર્શકોને હસાવવા માટે આવી રહી છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે, ભારતીય સિનેમા પ્રેમીઓ બહુપ્રતિક્ષિત સિક્વલ ‘ખીચડી 2 – મિશન પંતુકિસ્તાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે તેની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.
ખીચડી 2 ના નિર્દેશકે રિલીઝ કર્યું ટીઝર
લેખક અને નિર્દેશક આતિશ કાપડિયાની સિટકોમ ‘ખીચડી 2’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં શોના તમામ મુખ્ય કલાકારો જોવા મળે છે. ખીચડીઃ ધ મૂવી (2010)માં કેમિયો કરનાર ફરાહ ખાન આ ફિલ્મમાં ફરી એકવાર ‘સુપર સ્પેશિયલ અપિયરન્સ’માં જોવા મળી રહી છે. ટીઝરમાં તમને હંસાના ફેમસ ડાયલોગ પણ જોવા મળશે. આમાં હંસા તેના ભાઈ હિમાંશુ સાથે એનઆરઆઈ તરીકે એમઆરઆઈ પર વિચાર કરતી જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : Shahi Idgah Mosque Case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે ઈદગાહ અને સમગ્ર જન્મસ્થળની જમીન પર કર્યો દાવો.. કોર્ટમાં અરજી દાખલ.. વાંચો શું છે આ મુદ્દો…
દિવાળી ના અવસર પર રિલીઝ થશે ખીચડી 2
રિલીઝ ની વાત કરીએ તો, ‘ખિચડી 2’ આ વર્ષે દિવાળીના ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આતિશે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ‘ખિચડી 2’ સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘આ દિવાળી, સિનેમાઘરોમાં હાસ્ય નો ધમાકો.’ ‘ખિચડી 2’નું નિર્માણ જમનાદાસ મજેઠિયા કરશે, જ્યારે ફિલ્મની વાર્તા આતિશ કાપડિયાએ લખી છે. ફિલ્મ માં હંસા પારેખ તરીકે સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ (તુલસીદાસ પારેખ ઉર્ફે બાબુજી), વંદના પાઠક (જયશ્રી), જેડી મજીઠિયા (હિમાંશુ સેઠ), રાજીવ મહેતા (પ્રફુલ પારેખ) અને ફરાહ ખાન ફિલ્મ ડિરેક્ટર તરીકે અને કેમિયો રોલમાં જોવા મળશે.
