War 2 : કિયારા અડવાણી એ શેર કર્યો હૃતિક રોશન સાથે કામ કરવાનો અનુભવ, વોર 2 વિશે પણ કહી આવી વાત

War 2 : હૃતિક રોશન, કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર અભિનીત 'વૉર 2' નું શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું છે., ફિલ્મ 14 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થશે. આ દરમિયાન કિયારાએ હૃતિક સાથેના કામના અનુભવ વિશે વાત કરી.

by Zalak Parikh
Kiara Advani Calls Working with Hrithik Roshan in War 2

News Continuous Bureau | Mumbai

War 2 : હૃતિક રોશન, કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર ટૂંક સમયમાં જ ‘વૉર 2’ સાથે બોક્સ ઓફિસ  પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ આ વૉર ડ્રામા નું શૂટિંગ પૂર્ણ થયું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ હૃતિકે આખી ટીમ માટે એક સુંદર નોટ શેર કરી હતી. આ જ નોટને રી-પોસ્ટ કરતા કિયારા અડવાણીએ હવે હૃતિક રોશન સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan On War 2: ‘વોર 2’ નું શૂટિંગ પૂરું થતાં ભાવુક થયો હૃતિક રોશન, સોશિયલ મીડિયા પર શેર કરી હૃદય સ્પર્શી નોટ

વૉર 2 માં હૃતિક સાથે કામ કરવા પર શું બોલી કિયારા અડવાણી?

કિયારા અડવાણીએ પોતાના X પર લખ્યું છે, “એક્સાઇટમેન્ટ મ્યુચ્યુઅલ છે, @iHrithik! તમારી સાથે સ્ક્રીન  શેર  કરવી એક અવિસ્મરણીય અનુભવ રહ્યો છે. દુનિયાને તે જોવાની રાહ નથી જોઈ શકાતી કે આદિ સર, અયાન  અને અમારી શ્રેષ્ઠ ટીમે ‘વૉર 2’ ને કેવી રીતે સ્પેશિયલ બનાવી છે.” 


 

‘વૉર 2’ યશરાજ સ્પાય યુનિવર્સનો ભાગ છે. ફિલ્મમાં હાઈ-ઓક્ટેન એક્શન, ઇન્ટેન્સ ડ્રામા અને સ્ટાર પાવર જોવા મળશે. આ ફિલ્મ ‘વૉર’ ની સીક્વલ છે, જેમાં પહેલા હૃતિક અને ટાઈગર શ્રોફ હતા. હવે જુનિયર એનટીઆર અને કિયારાની એન્ટ્રી સાથે ફિલ્મ વધુ ગ્રાન્ડ બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More