Site icon

પહેચાન કૌન- પાપાના ખોળામાં દેખાતી આ નાનકડી છોકરી આજે છે બોલીવુડની સુપર સ્ટાર- સલમાન ખાન ના કહેવા પર બદલ્યું હતું પોતાનું નામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ માં દરરોજ કોઈ ના કોઈ  સ્ટાર્સની ચર્ચા થતી રહે છે. ફિલ્મ સ્ટાર્સ એક યા બીજા કારણોસર હેડલાઇન્સ બનાવતા રહે છે. હાલમાં જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર બોલિવૂડ સુપરસ્ટાર્સના બાળપણની (bollywood star childhood photo)તસવીરો એ ધૂમ મચાવી  છે. આ દરમિયાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક સફળ અભિનેત્રીનો બાળપણનો ફોટો સામે આવ્યો છે, જેમાં તે તેના પિતાના ખોળામાં જોવા મળી રહી છે. ફોટોમાં દેખાતી આ નાની બાળકી હાલમાં ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર(superstar) છે.

Join Our WhatsApp Community

પિતાના ખોળામાં  નિરાંતે સૂતી આ નાની છોકરીને તમે ઓળખી કે નહીં? પાપાની આ પરી હવે મોટી થઈને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી(famous actress) બની ગઈ છે અને તેણે એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. પોતાની અભિનય પ્રતિભાની સાથે સાથે પોતાની સુંદરતાથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર અભિનેત્રીની સોશિયલ મીડિયા પર જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. પીઢ કલાકારો અશોક કુમાર અને સઈદ જાફરી આ છોકરીના સગાં થાય છે.જો તમે હજી પણ તેને ઓળખતા ના શક્યા હોવ તો, તમને જણાવીએ કે આ નાની છોકરી બીજું કોઈ નહિ પરંતુ કિયારા અડવાણી (Kiara Advani)છે જેનો ચહેરો તેના પિતા જેવો છે. કિયારાના પિતા જગદીપ અડવાણી તેમની દીકરીને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેને સપોર્ટ (support)કરે છે. વર્ષ 2014માં ફિલ્મ 'ફુગલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર કિયારા અડવાણીનું નામ તેના માતા-પિતાએ આલિયા અડવાણી(Alia Advani) રાખ્યું હતું, પરંતુ 'ફુગલી'ની રિલીઝ પહેલા તેનું નામ બદલીને કિયારા કરવામાં આવ્યું હતું. સલમાન ખાનની સલાહ(Salman Khan advice) પર, અભિનેત્રીએ તેનું નામ બદલી નાખ્યું કારણ કે તેણે કહ્યું હતું કે આલિયા નામની અભિનેત્રી પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં છે. કહેવાય છે કે આલિયા પરથી કિયારા નામ પણ પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'અંજાના અંજાની'ના કિયારાના નામથી પ્રભાવિત હતું.

આ સમાચાર પણ વાંચો : હૂબહૂ ઐશ્વર્યા રાય જેવી દેખાતી આશિતા રાઠોડ બની ઈન્ટરનેટ સેન્સેશન-તસવીરો જોઈને લોકોએ કહ્યું- આટલો તો આરાધ્યા નો ચહેરો પણ નથી મળતો-જુઓ ફોટોગ્રાફ્સ

બોલિવૂડ સુપરસ્ટાર કિયારા અડવાણીએ છેલ્લા 4 વર્ષથી બોક્સ ઓફિસ પર ઘણી સુપરહિટ ફિલ્મો(superhit film) આપી છે. આ દરમિયાન કિયારાએ હિન્દી સિનેમાના મજબૂત કલાકાર શાહિદ કપૂર સાથે વર્ષ 2019માં ‘કબીર સિંહ’(Kabir Singh) જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. તે પછી કિયારા અડવાણીની હિટ ફિલ્મોનો સિલસિલો ચાલુ રહ્યો. જે અંતર્ગત કિયારાએ સુપરસ્ટાર અક્ષય કુમાર, કરીના કપૂરની સાથે ‘ગુડ ન્યૂઝ’ અને અભિનેતા કાર્તિક આર્યન સાથે આ વર્ષની બ્લોકબસ્ટર ‘ભૂલ ભૂલૈયા 2’ને સુપરહિટ બનાવી.તેની છેલ્લી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ હતી.ફરી એકવાર કિયારા અડવાણી અને કાર્તિક આર્યન એક રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘સત્યપ્રેમ કી કથા’(Satya prem ki katha) રાખવામાં આવ્યું છે.

 

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version