Site icon News Continuous Bureau | Mumbai

King Movie Leak। ‘કિંગના સેટ પરથી શાહરૂખદીપિકાની રોમેન્ટિક ક્લિપ વાયરલ; શું ફરી જોવા મળશે ‘પઠાણ’ જેવો જાદુ?

King Movie Leak। કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે શૂટિંગ બીચ સાઈડ રોમેન્ટિક સીન જોઈને ફેન્સે કહ્યું 'બીજી પઠાણ બની રહી છે', દીપિકાની પ્રેગ્નેન્સીને લઈને પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ.

King Movie Leak। 'કિંગના સેટ પરથી શાહરૂખદીપિકાની રોમેન્ટિક ક્લિપ વાયરલ; શું ફરી જોવા મળશે 'પઠાણ' જેવો જાદુ?

King Movie Leak। 'કિંગના સેટ પરથી શાહરૂખદીપિકાની રોમેન્ટિક ક્લિપ વાયરલ; શું ફરી જોવા મળશે 'પઠાણ' જેવો જાદુ?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

King Movie Leak। શાહરૂખ ખાનના ફેન્સ જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ‘કિંગ’ના સેટ પરથી એક મોટું લીક સામે આવ્યું છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન ખાતે ચાલી રહ્યું છે. ત્યાંથી વાયરલ થયેલી એક ક્લિપમાં શાહરૂખ અને દીપિકા પાદુકોણ બીચ પર એક રોમેન્ટિક સીન શૂટ કરતા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પઠાણ ફિલ્મના વાઈબ્સ અનુભવી રહ્યા છે.

લીક કે પછી પીઆર સ્ટંટ?

આ ક્લિપને લઈને લોકો અલગ-અલગ તર્ક લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે વીડિયોનો એંગલ એટલો પરફેક્ટ છે કે આ જાણીજોઈને પીઆર (PR) ટીમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોઈ શકે છે જેથી ફિલ્મનો હાઈપ જળવાઈ રહે. જોકે, અન્ય કેટલાકનું માનવું છે કે અત્યારે દરેક પાસે સ્માર્ટફોન છે એટલે કોઈએ દૂરથી આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હશે.

દીપિકાની પ્રેગ્નેન્સી પર ફેન્સની નજર

આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો દીપિકા પાદુકોણના બેબી બમ્પ પર પણ કમેન્ટ્સ કરવા લાગ્યા છે. દીપિકા પ્રેગ્નેન્ટ હોવાથી ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે કે તેનો કયો મહિનો ચાલી રહ્યો હશે. કેટલાક યુઝર્સે લખ્યું કે તે 5-6 મહિનાની પ્રેગ્નેન્ટ લાગી રહી છે, જ્યારે કેટલાક લોકોએ અભિનેત્રીની પ્રાઈવસી જાળવી રાખવા અને આવા કયાસ ન લગાવવા પણ અપીલ કરી છે.

ફિલ્મ ‘કિંગ’ વિશેની વિગતો

‘કિંગ’ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘પઠાણ’નું ડાયરેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ મહત્વની ભૂમિકામાં છે અને અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે શાહરૂખ આ ફિલ્મમાં સુહાનાના મેન્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

👉 આ સમાચાર વાચો:
3 Idiots Sequel।વિક્કી કૌશલ બનશે ‘ચોથો ઇડિયટ’? ૧૦ વર્ષ પછી ફરી શરૂ થશે ‘3 Idiots’ ની વાર્તા, જાણો નવો પ્લાન

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version