Site icon

76 વર્ષ પહેલા રણબીર કપૂરના દાદાએ બનાવ્યું હતું 3000 સ્કવેર ફૂટ માં ફેલાયેલું આરકે હાઉસ, કુટુંબ ના આટલા લગ્નો નો સાક્ષી છે આ બંગલો; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની(Ranbir-Alia wedding) વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં રણબીરના વાસ્તુ(Vastu) એપાર્ટમેન્ટમાં લગ્નના ફંક્શન થઈ રહ્યા છે. તેની માતા નીતુ સિંહ, બહેન રિદ્ધિમા સહાની, ભત્રીજી સમાયા સહાની, અને અન્ય મહેમાન સ્થળ પર પહોંચ્યા છે.જોકે નીતુ સિંહની (Nitu Singh) ઈચ્છા હતી કે પુત્રના લગ્ન આરકે હાઉસમાં (RK house) કરવામાં આવે, પરંતુ હાલમાં તેના રિ-કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને અહીં લગ્નની કોઈપણ વિધિ કરવી મુશ્કેલ છે. આરકે હાઉસ, જે હવે કૃષ્ણ રાજ હાઉસ (Krishna raj house) તરીકે ઓળખાય છે, તેને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. આરકે હાઉસ 76 વર્ષ પહેલા શોમેન રાજ કપૂર(Raj Kapoor) દ્વારા બનાવવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

આજથી લગભગ 76 વર્ષ પહેલા રણબીર કપૂરના(Ranbir Kapoor) દાદા રાજ કપૂરે આરકે હાઉસનો(RK house) પાયો નાખ્યો હતો. 3000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરમાં રાજ કપૂર તેમની પત્ની કૃષ્ણા રાજ અને પાંચ બાળકો સાથે રહેતા હતા. રાજ કપૂરના પાંચ બાળકો રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર, રીમા કપૂર અને રિતુ કપૂર છે. જો કે, હવે આમાંથી માત્ર રણધીર કપૂર અને રીમા કપૂર જ જીવિત છે અને બાકીની દુનિયાને અલવિદા કહી દીધું છે. જોકે  સમય જતાં રાજ કપૂરના બાળકો આરકે હાઉસ છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા, પરંતુ ઋષિ કપૂર અંત સુધી પત્ની નીતુ સિંહ સાથે અહીં જ રહ્યા.

આ સમાચાર પણ વાંચો : રણબીર-આલિયા ના લગ્ન માં જૂતા ચોરી ની વિધિ અભિનેત્રી ની બહેન શાહીન ભટ્ટ નહિ પરંતુ ટીવી ની આ એક્ટ્રેસ કરશે, બદલામાં માંગશે એક કરોડ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે રાજ કપૂરના (Raj Kapoor)મોટા પુત્ર રણધીર કપૂરના લગ્ન આ જગ્યાએ થયા હતા. આ પછી ઋષિ કપૂર-નીતુ સિંહે (Rishi Kapoor-Nitu singh wedding) પણ અહીં લગ્ન કર્યા. કહેવાય છે કે રિદ્ધિમા કપૂર અને કરિશ્મા કપૂરે(Karishma Kapoor) પણ આરકે હાઉસમાં જ સાત ફેરા લીધા હતા. સમાચાર મુજબ એક સમય એવો હતો જ્યારે ઋષિ કપૂર પોતાનો બંગલો વેચવા માંગતા હતા. તેનું કારણ એ હતું કે તે ખૂબ જ જૂનો થઈ ગયો હતો. કહેવાય છે કે તેણે આ માટે 30 કરોડ રૂપિયાની કિંમત પણ નક્કી કરી હતી. પરંતુ ઋષિની માતા કૃષ્ણા રાજ (Krishna Raj)અને તેની બહેનોને તેનો નિર્ણય પસંદ ન આવ્યો અને તેઓએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો. ત્યારબાદ ઋષિની માતા કૃષ્ણ રાજનું અવસાન થયું. ત્યારબાદ ઋષિ અને નીતુએ BMC પાસે આ બંગલો તોડીને અહીં બહુમાળી ઈમારત બનાવવાની પરવાનગી માંગી હતી. BMC ની પરમિશન મળતા તેને 2016માં તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યારથી અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું છે.

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version