News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ નો આગામી એપિસોડ ખુબ રસપ્રદ બનવાનો છે. આ એપિસોડ માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન આવવાના છે. કોફી વિથ કરણ માં જ્યાં બંને અભિનેત્રીઓએ દિલ ખોલીને વાત કરી હતી. આ દરમિયાન નીતુ કપૂરે એ પણ જણાવ્યું કે તે તેના પુત્ર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટને શું સલાહ આપવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: બિલકિસ બાનો પર ફિલ્મ બનાવવા માંગે છે કંગના રનૌત,સ્ક્રીપ્ટ છે તૈયાર પરંતુ સામે આવી રહી છે આ મુશ્કેલી
નીતુ કપૂર આપવા માંગે છે રણબીર આલિયા ને સલાહ
કોફી વિથ કરણ 8 ના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે નીતુ કપૂર ને કહ્યું કે, તે રિશી કપૂર સાથેના લગ્નની એક વાત શેર કરે અને તે ઈચ્છે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેને અપનાવે. સમય બગાડ્યા વિના નીતુ કપૂર એ કરણ ને કટાક્ષ કરતા કહ્યું, ‘કંઈ નહીં.’ આ પછી તેણે કહ્યું, ‘કારણ કે આજના સમયમાં તમે જે ઈચ્છો તે કરો, બસ ખુશ રહો. ઉપરાંત, દરેક પેઢી અલગ છે. હું તેમની પાસેથી એવી અપેક્ષા રાખી શકતો નથી કે હું જેમાંથી પસાર થઇ તેમાંથી તે પણ થાય તેથી, તેઓ તેમની લાગણીઓ જાણે છે.’