News Continuous Bureau | Mumbai
Koffee with Karan 8: કોફી વિથ કરણ 8 નો આગામી એપિસોડ ખુબ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિએન્ટ્રી શર્મિલા ટાગોર અને તેનો પુત્ર અને અભિનેતા સૈફ અલી ખાન જોવા મળવાના છે. આ શો દરમિયાન શર્મિલા ટાગોરે તેના પુત્ર સૈફ અલી ખાન ના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.આ દરમિયાન શર્મિલા ટાગોરે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા પર પણ વાત કરી હતી.
કોફી વિથ કરણ માં શર્મિલા ટાગોરે સૈફ ના છૂટાછેડા પર કર્યો ખુલાસો
કોફી વિથ કરણ માં શર્મિલા ટાગોરે સૈફ અને અમૃતા ના છૂટાછેડા પર વાત કરતા કહ્યું, ‘તે સમયે સારા અને ઈબ્રાહિમ ખૂબ જ નાના હતા અને આવી સ્થિતિમાં અલગ થવાનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. અમને માત્ર અમૃતા જ નહીં પણ એ બે બાળકોને પણ ગુમાવવાનો ડર હતો.’ આ વિશે વાત કરતા સૈફ અલી ખાન કહે છે કે, ‘મારા માટે છૂટાછેડાનો નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો હું માત્ર એટલું કહેવા માંગુ છું કે અમે અલગ થયા તે પહેલા મેં મારી માતા સાથે આ વિશે વાત કરી હતી. તે આ સાંભળીને ચોક્કસ ચોંકી ગઈ હતી પરંતુ તેણે મને કહ્યું કે જો તારે આ જ જોઈએ છે તો હું તારી સાથે છું.’
સૈફ અલી ખાને કરણ જોહર ના ચેટ શો માં ખુલાસો કર્યો હતો કે, જયારે શર્મિલા ટાગોર તેને મળવા મુંબઈ આવી હતી.ત્યારે તેણે સૈફને અમૃતા સાથે લગ્ન ન કરવા કહ્યું હતું પરંતુ પછી ખબર પડી કે તેણે એક દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન વર્ષ 1991માં થયા હતા.પરંતુ લગ્નના 13 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : 12th fail: થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘12મી ફેલ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ
