News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ઘણો દિલચસ્પ બની રહ્યો છે. આ શો માં દીપિકા-રણવીર, સની-બોબી, સારા-અનન્યા, આલિયા-કરીના, રાની-કાજોલ, વિકી-કિયારા, અર્જુન-આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સે ઘણા રહસ્યો ખોલ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી ઝીનત અમાન અને નીતુ કપૂર કોફી વિથ કરણ 8 માં જોવા મળશે. આ દરમિયાન બંને અભિનેત્રી ઘણા રહસ્યો ખોલી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Triptii dimri: ફિલ્મ એનિમલ માં ન્યૂડ સીન આપી ચર્ચા માં આવેલી તૃપ્તિ ડીમરી ના પેરેન્ટ્સ નું તેના સીન પર આવું હતું રિએક્શન, અભિનેત્રી એ કર્યો ખુલાસો
કોફી વિથ કરણ માં જોવા મળશે ઝીનત અમાન અને નીતુ કપૂર
મીડિયા અહેવાલો અનુસાર, પીઢ અભિનેત્રીઓ ઝીનત અમાન અને નીતુ કપૂર એકસાથે કરણ જોહર ના શો કોફી વિથ કરણ 8 માં ભાગ લેશે આ દરમિયાન બંને અભિનેત્રી હિન્દી સિનેમાના સુવર્ણ યુગની તેમની વાર્તાઓ શેર કરશે. બંને અભિનેત્રીઓ તેમના સમયમાં સુપરહિટ હતી.આ સિવાય ઝીનત અને નીતુ ક્યારેય પડદા પર સાથે જોવા મળી નથી. હવે આ બંને અભિનેત્રીઓ લાંબા સમય પછી એક શોમાં સાથે જોવા મળશે.
