Site icon

સીડી પરથી પડી જવાથી થયું 29 વર્ષની આ અભિનેત્રી નું મોત, પરિવાર કરશે અંગદાન

કોરિયન અભિનેત્રી પાર્ક સૂ ર્યુનનું 29 વર્ષની વયે નિધન થયું છે. અહેવાલો અનુસાર, 11 જૂનના રોજ અભિનેત્રી ઘરે જતી વખતે સીડી પરથી નીચે પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આમાં નિષ્ફળ જતાં અભિનેત્રીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી.

korean actress park soo ryun passes away at- 29 after falling from stairs family to donate organs

સીડી પરથી પડી જવાથી થયું 29 વર્ષની આ અભિનેત્રી નું મોત, પરિવાર કરશે અંગદાન

કોરિયન અભિનેત્રી પાર્ક સૂ ર્યુનનું અચાનક નિધન થયું છે. તેણી 29 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર, 11 જૂને પાર્ક ઘરે જતા સમયે સીડી પરથી નીચે પડી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આમાં નિષ્ફળ જતાં અભિનેત્રીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. અભિનેત્રીને એક દિવસ પછી જ જેજુ આઇલેન્ડમાં પરફોર્મ કરવાનું હતું. પાર્ક સૂ ર્યુનના નિધનથી કોરિયન ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના ચાહકો પણ ગમગીન થઇ ગયા છે.

 

Join Our WhatsApp Community

પાર્ક સૂ ર્યુન ના માતા-પિતા નો નિર્ણય 

અભિનેત્રી પાર્ક સૂ ર્યુન ના પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. સૂમ્પીના રિપોર્ટ અનુસાર, તેની માતાએ કહ્યું, ‘માત્ર તેનું મગજ ડેડ છે. તેનું હૃદય હજુ પણ ધબકતું રહે છે. દુનિયામાં કોઈ એવું હોવું જોઈએ જેને અંગોની સખત જરૂર હોય. તેના માતા-પિતા તરીકે, અમને એ વિચારીને વધુ આનંદ થશે કે તેનું હૃદય બીજા કોઈની પાસે છે અને ધબકતું હોય.પાર્ક સૂ-ર્યુનના મૃતદેહને ગ્યોંગી પ્રાંતીય મેડિકલ સેન્ટરની સુવોન હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર 13 જૂને કરવામાં આવશે. આ દિવસે તેનો પરિવાર અને નજીકના લોકો અભિનેત્રીને છેલ્લી અલવિદા કહેશે.

કોણ હતી  પાર્ક સૂ ર્યુન

પાર્ક સૂ ર્યુન નો જન્મ 1994માં થયો હતો અને તે Kpop અને Kdramas ની દુનિયામાં લોકપ્રિય હતી. વર્ષ 2018 માં, અભિનેત્રી પાર્ક સૂ ર્યુને ઇલ ટેનોર સાથે તેની શરૂઆત કરી હતી. આ પછી તે સિદ્ધાર્થ સાથે ફાઈન્ડિંગ મિસ્ટર ડેસ્ટિની, ધ ડેઝ વી લવ્ડ, અન્ય મ્યુઝિકલ્સમાં જોવા મળી હતી. તેણે કોરિયન શો ‘સ્નોડ્રોપ’માં કામ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: 32 વર્ષ પછી મોટા પડદા પર જામશે અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી, આ ફિલ્મમાં સાથે મળશે જોવા

The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
‘Bhabiji Ghar Par Hain’: હવે મોટા પડદા પર જામશે કોમેડીનો રંગ: ‘ભાભી જી ઘર પર હૈ…’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે થિયેટરમાં
‘Tu Yaa Main’ Teaser: શનાયા કપૂરની ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ: મોત સામેની જંગમાં જોવા મળશે રોમાંચ, વેલેન્ટાઈન ડે પર શાહિદ કપૂર સાથે થશે ટક્કર
Exit mobile version