Site icon

Kriti kharbanda and Pulkit samrat: કૃતિ અને પુલકિત જલ્દી જ બંધાશે લગ્ન ના બંધનમાં, આ સુંદર જગ્યા એ કપલ લેશે સાત ફેરા

Kriti kharbanda and Pulkit samrat: કૃતિ અને પુલકિત જલ્દી જ લગ્ન ના બંધન માં બન્ધાવવાના છે. તેમના લગ્ન ની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આવી સ્થિતિ માં પુલકિત અને કૃતિ ના લગ્ન સ્થળ વિશે એક અપડેટ સામે આવ્યું છે.

kriti kharbanda and pulkit samrat to get married in manesar

kriti kharbanda and pulkit samrat to get married in manesar

News Continuous Bureau | Mumbai 

Kriti kharbanda and Pulkit samrat: લાંબા સમયથી એકબીજા ને ડેટ કર્યા બાદ કૃતિ અને પુલકિત લગ્ન ના બંધન માં બંધાશે. હાલમાં જ બંનેના લગ્નનું કાર્ડ લીક થયું હતું, જે બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે બંને લગ્ન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કપલ ના લગ્ન ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ બધા ની વચ્ચે કપલના લગ્નના સ્થળની વિગતો પણ સામે આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન નો ચઢ્યો પારો, ફેન ની આ હરકત પર ગુસ્સે થયો ભાઈજાન

કૃતિ અને પુલકિત ના લગ્ન નું સ્થળ 

મીડિયા રિપોર્ટ મુજબ પુલકિત અને કૃતિના લગ્ન હરિયાણાના માનેસરમાં અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલા ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં થશે. આ લગ્ન ખાનગી હશે જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. એવા પણ અહેવાલ છે કે કૃતિ અને પુલકિત મુંબઈમાં કોઈ રિસેપ્શન યોજવાના નથી. તેમના તમામ ફંક્શન માનેસરમાં જ યોજાશે. રિસોર્ટ વિશે વાત કરીએ, તો તે અરવલ્લી રેન્જમાં આવેલું છે. અહીંથી પ્રકૃતિનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અહીં તમને ઘણા મોર પણ જોવા મળશે. રિસોર્ટમાં 4 પ્રેસિડેન્શિયલ વિલા અને ખાનગી પૂલ સાથે 100 ડીલક્સ સ્યુટનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં ગોલ્ફ કોર્સ, લક્ઝુરિયસ સ્પા વગેરે જેવી ઘણી સુવિધાઓ છે. આ ITC ગ્રાન્ડ ભારત હોટેલમાં પુલકિત અને કૃતિના આ પ્રથમ સેલિબ્રિટી લગ્ન છે.


તમને જણાવી દઈએ કે, કૃતિ અને પુલકિત સમ્રાટ નો જન્મ અને ઉછેર દિલ્હી એનસીઆરમાં થયો હતો. તેથી પુલકિત અને કૃતિએ આ સ્થળ પસંદ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version